નવી દિલ્હી : LIC Cards Services Limited (LIC-CSL) અને IDBI બેંકે બે નવા કો-બ્રાન્ડેડ RuPay ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા છે. આ કાર્ડ શરૂઆતમાં એલઆઈસી પોલિસીધારકો, એજન્ટો તેમજ એલઆઈસી અને તેની પેટાકંપનીઓના કર્મચારીઓને ઉપલબ્ધ થશે.
આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઈઓ રાકેશ શર્માએ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “નવીન ક્રેડિટ પ્રોડક્ટ માટે એલઆઈસી સીએસએલ અને રૂપે સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ છે. તે અમારા ગ્રાહકોને આરોગ્ય, મનોરંજન, મુસાફરી અને બહુવિધ પુરસ્કાર પોઈન્ટ સહિતના લાભોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોના લાભ માટે શ્રેષ્ઠ ક્રેડિટ કાર્ડ ખર્ચ અનુભવ આપવાનું છે. ”
આ લાભો કાર્ડ પર ઉપલબ્ધ થશે
LIC ના Lumine અને Eclat ક્રેડિટ કાર્ડ ધારકો માટે ક્રેડિટ લિમિટ નક્કી કરવામાં આવશે. તે ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર અનુકૂળ રહેશે. લુમાઇન કાર્ડ સાથે 100 રૂપિયા ખર્ચવા પર કાર્ડધારકોને 3 ‘ડિલાઇટ’ પોઇન્ટ મળશે. તેમને Eclat કાર્ડ પર 4 પોઇન્ટ મળશે. ચાર વર્ષની માન્યતા અને 48 દિવસ સુધી વ્યાજ મુક્ત ધિરાણ અવધિનો લાભ મળશે.
પેટ્રોલ પર પણ ડિસ્કાઉન્ટ મળશે
આ સિવાય, જ્યારે ગ્રાહક એલઆઈસી વીમા પોલિસીનું રિન્યૂ કરે છે અથવા પ્રીમિયમ ચૂકવે છે, ત્યારે તેને બે ઈનામ પોઈન્ટ મળશે. આ સાથે, બંને કાર્ડધારકોને તેમના રૂ. 3,000 થી વધુના વ્યવહારોને શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે EMI માં રૂપાંતરિત કરવાની સુવિધા મળશે. આ સાથે 400 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ફ્યુઅલ સરચાર્જની માફી પણ મળશે.
લ્યુમિન કાર્ડ કાર્ડધારકને 60 દિવસની સમય મર્યાદામાં 10,000 રૂપિયા ખર્ચવા માટે 1,000 ‘વેલકમ બોનસ ડિલાઇટ પોઇન્ટ’ મળશે જ્યારે એક્લાટ કાર્ડધારકને આ માટે 1500 પોઇન્ટ મળશે.