નવી દિલ્હી : ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શ્રેષ્ઠ યોજનાઓમાંની એક ‘કવચ પર્સનલ લોન’ છે. આ કોલેટરલ ફ્રી લોનને કવચ પર્સનલ લોન (collateral free loan Kavach Personal Loan) કહેવામાં આવે છે. આ લોનમાં બેંક કોરોનાને કારણે ગ્રાહક અને ગ્રાહકના પરિવારના સભ્યોનો ખર્ચ આવરી લે છે.
આ સ્કીમ લોન્ચ કરતી વખતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે કવચ પર્સનલ લોનનો હેતુ ગ્રાહકોને કોરોનાના કારણે થતા ખર્ચમાંથી રાહત આપવાનો છે. આ લોન હેઠળ બેંક ગ્રાહક અને તેના પરિવારના સભ્યોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
આ રીતે ગ્રાહકો લાભ લઇ શકશે
આ યોજના શરૂ કરતી વખતે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતરી કરી હતી કે આ લોન લેતી વખતે ગ્રાહકને કોઈપણ પ્રકારની સંપત્તિ જમા કરવાની જરૂર નથી. આ યોજના હેઠળ ગ્રાહકોને પાંચ વર્ષના સમયગાળા માટે પાંચ લાખની લોન આપવામાં આવશે. તેના દ્વારા ઓછામાં ઓછી 25 હજારની લોન લઇ શકાય છે. આ લોનનો વ્યાજ દર 8.5 ટકા રહેશે.
બેંકનું કહેવું છે કે, આ લોન ખૂબ જ અનુકૂળ છે કારણ કે આ લોનના ત્રણ મહિનાના કાર્યકાળ બાદ પણ ત્રણ મહિના માટે લોન મોરેટોરિયમ સમયની જોગવાઈ રાખવામાં આવી છે. બેંકનું કહેવું છે કે આ લોન ખૂબ સારી છે અને વ્યાજ દર પણ ખૂબ ઓછો છે.
તમને જણાવી દઈએ કે, આ લોનની સુવિધા 1 લી એપ્રિલ 2021 થી શરૂ કરવામાં આવી છે. આ લોન યોજના દ્વારા, ગ્રાહકો અને તેમના પરિવારના સભ્યોને તેનો લાભ મળશે. તે લોકોને પણ આ યોજનાનો લાભ મળશે, જેને કોઈ પણ પ્રકારનો પગાર મળતો નથી.
ઉપરાંત, પેન્શનરો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. બેંકે આ યોજના દ્વારા કોવિડ -19 માં પહેલાથી જ કરવામાં આવેલા તબીબી ખર્ચને પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. બેંક તે ખર્ચની ભરપાઈ પણ કરશે. કવચ પર્સનલ લોન લેવા માટે SBI ના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકાય છે.