આજના યુગમાં દરેક લોકો પોતાની જાતને ફેશનની દુનિયામાં ખુદને અપડેટ રાખે છે. ફેસન વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે. પરંતુ જયોતિશ અનુસાર મનુષ્યના જીવનમાં ગ્રહોનુ ખૂબ મહત્વ હોય છે. જીવનની સારી અને ખરાબ ઘટનાઓ માટે ગ્રહોને જવાબદાર માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી.આજકાલ લોકો અવનવા રંગના પગરખા પહેરે છે. જયારે એક સમય હતો કે લોકો માત્ર કાળા અથવા ભૂરા રંગના પગરખા પહેરતા હતા. પરંતુ આજે લોકો ફેશનને ધ્યાનમાં રાખીને પીળા, કાળા, લાલ, ગુલાબી, લીલા વગેરે રંગના પગરખા પહેરે છે. શું તમે કયારેય સાંભળ્યુ છે કે રંગનો પ્રભાવ વ્યક્તિના નશીબ પર પડી શકે છે.જયોતિષ મુજબ અલગ-અલગ રંગના પરખા અલગ-અલગ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે. પગના હિસાબથી શરીરમાં નીચેનુ સ્થાન શનિનું હોય છે. પગરખા સાથે શનિ અને રાહુ બંનેનો સંબંધ છે. જેની રાશિમાં શનિ અને રાહુ લીડ કરતા હોય છે એવા લોકો પગરખાના વ્યાપારમાં તરક્કી કરી શકે છે.
જેથી પગમાં કાળા અને ભૂરા રંગના પગરખા પહેરવા શુભ મનાય છે. જો તમે કોઈ ફેશન માટે પગરખા પહેરો છો તો એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે પહેરેલા રંગના પગરખાથી કોઈ ગ્રહ પ્રભાવિત તો નથી થતો ને. જો તમારો મંગળ ખરાબ છે તો તમે લાલ રંગના ચપ્પલ પહેર્યા તો તેનાથી મંગળ વધારે ખરાબ થશે અને મુસીબતો પણ વધારે છે.ચંદ્રમાં ખરાબ હોવા પર સફેદ પગરખા પહેરવાથી બચો. પીળો રંગ દેવ બૃહસ્પતિનો હોય છે. જેથી પીળા રંગના ચપ્પલ પહેરવાની સખત મનાઈ છે. હિન્દુ ધર્મમાં પીળો રંગ પવિત્ર મનાય છે. જેથી તેને પગમા પહેરી શકાય નહિ. પીળા રંગના પગરખા અને સોનાની પાયલ પહેરવાથી અપયશ, ગરીબી અને અડચણ વગેરે પેદા થાય છે.