શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણને મોરપીંછ ધારણ કર્યું હોવાનું કહેવાય છે. આ સિવાય હિંદુ ધર્મ અનુસાર, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરના પીંછા ખૂબ પ્રિય છે. મોર પીંછા માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું, પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં મોરનાં પીંછા સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલા છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોર પીંછા રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. જો કે, આનાથી સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
મોરના પીંછાને ઘરમાં રાખતા પહેલા તમારે આ નિયમો જાણવું જોઈએ. કોઈપણ શુભ અવસર પર જ્યારે પણ તમે તમારા ઘરમાં મોરનું પીંછ લાવશો તો તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આ દિશા મોર પીંછા રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં કોઈ પ્રકારની આર્થિક સમસ્યા હોય તો તે દૂર થઈ જશે. આ સાથે પરિવારના સભ્યોની પ્રગતિના અન્ય માર્ગો પણ ખુલશે.
વાસ્તુ નિષ્ણાતો માને છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તો તેણે પોતાની આસપાસ મોરનું પીંછા રાખવું જોઈએ. મોર પીંછા અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો ફેલાવો ઓછો કરે છે અને તેને ઘરમાં રાખવાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે.
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે મોરનાં પીંછા લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે. તેની સાથે આર્થિક સંકટની સમસ્યા પણ દૂર થાય છે.