નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરે હજારો પરિવારોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે ત્યારે સરકારે આવા પરિવારોને મદદ કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે ત્યારે પગાર અંગે પણ મહત્વની જાહેરાતો કરી છે.
લાખો લોકોના જીવ લઇ લીધા છે. અનેક પરિવારો એવા છે, જેમણે ઘરના મોભીને ગુમાવી દીધા છે. એવામાં કેન્દ્ર સરકારે પરિવારોની મદદ કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે. કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા પોતાના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ ફેમિલી પેન્શન આપવામાં આવશે. EDLI યોજના હેઠળ મળતા વિમાના લાભને વધારવાની સાથે ઉદાર બનાવવામાં આવી છે.
ESICનો લાભ એ કર્મચારીઓને મળશે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા અથવા તેનાથી ઓછી છે. જોકે દિવ્યાંગના કિસ્સામાં આવક મર્યાદા 25,000 રૂપિયા છે. સરકારે જણાવ્યું કે આવા પીડિત પરિવાર સન્માન સાથે જીવન જીવી શકે અને જીવન સ્તરને સુખદ બનાવીને રાખી શકે.
આ લાભ 24 માર્ચ 2020થી લાગૂ માનવામાં આવશે અને આ પ્રકારે તમામ કિસ્સાઓ માટે આ સુવિધા 24 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ હશે. આ વ્યક્તિઓના આશ્રિત પરિવારિક માપદંડો મુજબ સંબંધિત કર્મચારી અથવા કામદારની સરેરાશ દૈનિક સેલરીના 90 ટકા બરાબર પેન્શનના લાભ મેળવવાના હકદાર છે.
EDLI યોજના હેઠળ મળતા વીમા લાભોને વધારવાની સાથે ઉદાર બનાવવામાં આવ્યા છે. અન્ય તમામ લાભાર્થીઓ સિવાય આ યોજના ખાસકરી એ કર્મચારીઓના પરિવારની મદદ કરશે, જેમણે કોવિડના કારણે પોતાના પ્રિયને ગુમાવ્યા છે. મહત્તમ વિમા લાભની રકમ 6 લાખ રૂપિયાથી વધારી 7 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે 2.5 લાખ રૂપિયાના ન્યૂનત વીમા લાભની જોગવાઇને બહાલ કરી દેવામાં આવી છે અને 15 ફેબ્રુઆરી 2020થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.