મોદીની નારાજગી પછી રૂપાણી પોલીસ પર ભડક્યા, કર્યો આ હુકમ
ગાંધીનગર– રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર‘ઘરે રહો.. સુરક્ષિત રહો… અને સ્વસ્થ રહો..’ના મંત્રને અનુસરીને લૉકડાઉન અંતર્ગત વૈમનસ્યપેદા ન થાય એ માટે નાગરિકો કાળજી રાખે, આપણે સૌ ભાઈચારાની ભાવનાને વધુ બળવત્તરબનાવી એકબીજાને સહયોગી બનીએ એ અત્યંત જરૂરી છે.
નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લૉકડાઉન સંદર્ભે મીડિયાને વિગતો આપતા શિવાનંદ ઝાએકહ્યું કે શહેરોના અમુક વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્ત રીતે અમલ થતો નથી એવી બાબતોધ્યાને આવી છે ત્યારે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવાનો નિર્ણયકર્યો છે, એટલે સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજનીચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે
લૉકડાઉન અંતર્ગત માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે પરંતુ આવા વાહનોમાંમાણસોની હેરફેર થતી હોય એવા કિસ્સા ધ્યાને આવ્યા છે એટલે પોલીસ સઘન ચેકિંગ કરીરહી છે. આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જુનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલકસહિત ૧૦ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
લૉકડાઉન અને કોરોના વાયરસ અંગે રાજયના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતોસમૂહ માધ્યમો દ્વારા સચોટ અને સાચી માહિતી આપવામાં આવી રહી છે ત્યારે સોશિયલમીડિયામાં પણ નાગરિકો ગેરમાર્ગે દોરાઈ તથા અફવાઓ ફેલાય તેવી પોસ્ટ ન મૂકવા પણઅપીલ છે. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારાસોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી છે તે અંતર્ગત પણ રાજ્યમાં૨૫ ગુના નોંધીને ૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તહેવારોના સમયમાં પણ નાગરિકોએ તહેવારની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કરતા કહ્યુંકે ધાર્મિક સંસ્થાઓમાં પણ બેથી ત્રણ લોકો સિવાય વધુ લોકોને એકત્ર ન થવું જેથી કરીનેકોરોનાનું સંક્રમણ અટકાવી શકાય એ જ રીતે ધર્મગુરુઓને પણ નાગરિકોને ધર્મ સંસ્થામાંએકત્ર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
પોલીસ વડાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સૂચન પ્રમાણે રાજ્યમાંલૉકડાઉનની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા હેતુથી કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલડિફેન્સના જવાનો, કોલેજના NSS/NCCના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડવાનો ગૃહવિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત નિવૃત પીએસઆઇ અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસકર્મચારીઓને પણ ટૂંકા ગાળા માટે તેમની સેવામાં લેવામાં આવશે જેની કાર્યવાહી હાલમાં ચાલીરહી છે.
મરકઝ, નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતોમુજબ વિવિધ સ્થળૉએ ચેકિંગ કરીને આજે સુરતમાંથી 8 તેમજ અમદાવાદમાંથી 4 એમઅત્યાર સુધીમાં કુલ–84ને ઓળખી લઈને કવૉરન્ટાઈનમાં લઈ લેવામાં આવ્યા છે જ્યારે હજુપણ બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.