ભારતીય સ્પ્રીન્ટર હિમા દાસની બીજી જુલાઇથી શરૂ થયેલી ગોલ્ડન રન યથાવત છે અને હવે તેણે ચેક પ્રજાસત્તાકમાં એથ્લેટિકી મિટિનેક રીટર સ્પર્ધામાં 300 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે બે જુલાઇથી શરૂ થયેલી યુરોપિયન સ્પર્ધાની સ્વર્ણીમ સફરમાં હિમાએ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેની સાથે જ પુરૂષોની 300 મીટરની દોડમાં મહંમદ અનસે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ શનિવારે ગોલ્ડ મેડલ જીત્યા પછી ટિ્વટ કર્યું હતું કે ચેક પ્રજાસત્તાકમાં આજે એથ્લેટિકી મિટિનેક રીટર 2019માં 200 મીટરની દોડમાં ટોચના સ્થાને રહી, મહંમદ અનસે પોતાની રેસ 32.41 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ જીત્યો હતો.