ગાંધીનગર- કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો લેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે.
▪ મુખ્યમંત્રીએ થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
▪ કોરોના વાયરસ રોગ અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના મોનીટરીંગ હેતુ સિનીયર IAS અધિકારીઓને વિવિધ જીલ્લા ફાળવવામાં આવ્યા છે. જેમાં જે.પી.ગુપ્તા, મુખ્ય રાજયકર કમિશ્નરને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ-13 જીલ્લાઓ અને મુકેશકુમાર, વાઇસ ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી, મેરીટાઇમ બોર્ડને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મળી કુલ- 14 જીલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.
▪ રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ આરોગ્ય કમિશ્નરની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
▪ રાજય સરકારની હેલ્પલાઇન નંબર -104 ઉપર પર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. અત્યાર સુધી 24000 થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 450 જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.
▪ વેન્ટીલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ 4300 થી વધુ આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા પ્રગતિમાં છે.
▪ રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે 1061 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત 1700 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે.
▪ રાજયની તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARI ના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Application શરૂ કરવામાં આવેલ છે.
▪ રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
▪ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાન જીનો મિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-19 માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
▪ ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ , પી.પી.ઇ. કીટ 3.58 લાખ અને ટ્રીપલ લેયર માસ્ક 1.23 કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 150 વેન્ટીલેટર ખરીદીના આદેશો અપાઇ ગયેલ છે.
▪COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.