રાજયમાં માર્ચ 2019 માં યોજાનારી ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓએ અત્યારથી શરૂ કરી દીધી છે. ત્યારે ગુૃજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓે ફોર્મ ભરવામાં રાહત આપી છે. હવે વિદ્યાર્થીઓ બોર્ડનું ફોર્મ 3 ડિસેમ્બર સુધી ભરી શકશે. તે માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 250 વસુલવામાં આવશે.
બોર઼્ દ્વારા માર્ચ 2019 માં ધોરણ 10 અને 12 સાયન્સ કેમજ કોર્મ,ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીોએ અત્યારે જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમજ ગઈ કાલથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વેકેશનમાં બહાર ફરવા ગયા હોય અને તેઓ છેલ્લી તારીખ સુધી ફોર્મ ન ભરે તો પણ તેમનું વર્ષ બગડશે નહીં.