સોમવાર, 9 માર્ચની રાત્રે હોળી દહન થશે. આ દિવસને લગતી અનેક પરંપરાઓ પ્રચલિત છે. હોલિકાની પાસે દીવો પ્રગટાવવા અને પરિક્રમા કરવાની પરંપરાનું પાલન મોટાભાગના લોકો કરે છે. હોલિકા દહનની પહેલાં હોળીમાં અનાજ નાંખવામાં આવે છે. હોળીના તહેવાર પહેલાં ખેતરોમાં નવું અનાજ પાકી જાય છે. પ્રાચીન સમયથી જ ખેડૂતો જ્યારે ફસલ પાકી જાય ત્યારે તેની ખુશી મનાવવા માટે હોળીની રાત્રે આગ સળગાવીને ઉત્સવ મનાવતાં હતાં, જે પરંપરા આજે પણ ચાલતી રહી છે. અહીં જાણો હોળીના દિવસે શું કરવું અને કઈ વાતોથી બચવું-
1: હોળીની રાત્રે હોલિકાની પાસે અને કોઈ મંદિરમાં દીવો પ્રગટાવો. હોળી દહન વખતે પરિવારના બધા સભ્યોને હોલિકાની ત્રણ કે સાત પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરતી વખતે હોલિકામાં ચણા, વટાણા, ઘઉં, અળસી નાખવી જોઈએ.
2: હોલિકામાં કર્પૂર પણ નાખવું જોઈએ. જેનાથી હોળી સળગતી વખતે કર્પૂરનો ધુમાડો વાતાવરણની પવિત્રતા વધારે છે.
સોમવારે સવારે વહેલાં ઊઠો અને સ્નાન કર્યા પછી કોઈ શિવ મંદિરમાં જાઓ અને ભગવાનની સામે દીવો પ્રગટાવો. ત્યારબાદ ऊँ नम: शिवाय મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. પોતાના હાથથી જ ગાયના છાણના છાણા બનાવો અને આ છાણાને હોળીમાં નાખવા જોઈએ.