જાપાની ઓટોમેકર હોન્ડા કાર્સ ઈન્ડિયાએ દિવાળી પર નવી ફાઈનાન્સ સ્કીમની જાહેરાત કરી છે, જેના કારણે લોકો સરળતાથી હોન્ડા કાર ખરીદી શકશે. નવી ફાઇનાન્સ સ્કીમ શરૂ કરવા માટે કંપનીએ બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે હાથ મિલાવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ભાગીદારીમાં ઓછા વ્યાજ દરે નવી Amaze, WR-V, Jazz અને Cityની ખરીદી પર ઘણી નાણાકીય ઑફર્સ રજૂ કરવામાં આવી છે.
કેટલો ફાયદો
આ ભાગીદારી વિવિધ આવક જૂથો જેમ કે પગારદાર કર્મચારીઓ, સ્વ-રોજગાર, વ્યાવસાયિકો, વેપારીઓ અને ખેડૂત ખરીદદારો માટે રચાયેલ છે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમ હેઠળ, 90 ટકા સુધી ફાઇનાન્સ, 7.05 ટકાથી શરૂ થતો વ્યાજ દર, 48 કલાકના ટર્ન-અરાઉન્ડ ટાઈમ સાથે ઝંઝટ મુક્ત લોન મંજૂરી, શૂન્ય પ્રોસેસિંગ ફી અને નોન પ્રી/પાર્ટ પેમેન્ટ ચાર્જ સામેલ નથી. આ સાથે, રજિસ્ટર્ડ કંપનીઓ વાહનની કિંમતના 80% સુધીની લોન લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, હોન્ડાએ આ તહેવારના મહિનામાં રૂ. 53,500 સુધીના ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.
ભાગીદારી અંગે બેંક અને કંપનીનો અભિપ્રાય
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં, રાજેશ ગોયલે, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર – માર્કેટિંગ અને સેલ્સ, હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ જણાવ્યું હતું કે, “બેંક ઓફ મહારાષ્ટ્ર સાથેનું આ જોડાણ અમારા પ્રયત્નોને મજબૂત બનાવશે. ગ્રાહકો આ તહેવારોની સિઝનમાં તેમની બહુપ્રતીક્ષિત ડ્રીમ કાર ખરીદવા માટે ઓછા વ્યાજ દરો અને મુશ્કેલી મુક્ત કાર ફાઇનાન્સનો અનુભવ મેળવી શકે છે.” જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ.એસ. રાજીવે જણાવ્યું હતું કે, “અગ્રણી કાર ઉત્પાદક કંપની Honda Cars India સાથે જોડાવું ખરેખર મહાન છે. અમારા ગ્રાહકોને ઘણો ફાયદો થશે કારણ કે અમે આકર્ષક કિંમતો પર શૂન્ય પ્રોસેસિંગ ચાર્જ સાથે મુશ્કેલી મુક્ત કાર લોન ઓફર કરીએ છીએ.
નોંધ: હોન્ડા કાર ડિસ્કાઉન્ટ અને ફાઇનાન્સ સ્કીમ માટે, તમે કંપનીની નજીકની ડીલરશીપ ચેક કરી શકો છો.