મુંબઈઃ દેશના વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ટ ઉપર પહોંચી ચુક્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્ન શક્તિકાંત દાશે શુક્રવારે મોદ્રિક નીતિની જાહેરાત કરતા સમયે જણાવ્યું હતું કે, ગત શુક્રવાર સુધી દેશનું વિદેશી મુદ્રા ભંડાર 598.2 અર ડોલરની રેકોર્ડ ઉંચાઈ સુધી પહોંચી ગયું છે. આ અંગે સત્તાવાર આંકડા સાંજે રજૂ થશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે આ સપ્તાહમાં જે સંકેત મળી રહ્યા છે તેના અનુસાર દેશનું વિદેશી મુદ્રા ભંડાર 600 અર ડોલરના આંકડાના પાર કરી ચૂક્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશના વિદેશી મુદ્રા ભંડાર લગભગ બેગણું થયું છે. વડાપ્રધાન મોદીએ મે 2014માં કાર્યભાર સંભાળ્યો હતો. મે 2014ના અંતમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 312.38 અરબ ડોલર હતું. જે અત્યારે વધીને 600 અરબ ડોલરને પાર પહોંચી ગયું છે.
મોદી સરકારના બીજા કાર્યકારળના બે વર્ષ પુરા થઈ ચૂક્યા છે. બે વર્ષ દરમિયાન દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 179 અરબ ડોલરનો વધારો થયો છે. મે 2019ના અંતમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 421.86 અરબ ડોલર થયો હતો.
સ્વર્ણ ભંડાર અને વિદેશી મુદ્રા પરિસંપત્તીઓ વધવાથી મુદ્રા ભંડાર વધ્યો છે. દાસે શુક્રવારે કેન્દ્રીય બેન્કની દવિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષાની ઘોષણા કરતા કહ્યું હતું, અત્યારે અનુમાનના આધાર પર અમારું માનવું છે કે વિદેશી મુદ્રા ભંડાર સંભવતઃ 600 અરબ ડોલરના આંકડાને પાર કરી ગયું છે. અર્થવ્યવસ્થાને તરલતાને પ્રોત્સાહન માટે કેન્દ્રીય બેન્કના અનેક પગલાંની જાહરેતા કરી છે.