રાજ્યભરમાં ખાનગી શાળામાં ફી વધારાના મુદે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે અને વાલીઓ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે ત્યારે આજે યુવા કોંગ્રેસ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં ફી વધારા મુદે વિરોધ કર્યો હતો
મોરબી યુવા કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ ફી વધારાના મુદે વિરોધ નોંધાવ્યો હતો અને શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ નક્કી કરાયો હતો જોકે વિરોધના કાર્યક્રમને પગલે એ ડીવીઝન પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને યુવા કોંગ્રેસ કાર્યકરો પુતળા દહન કરે તે પૂર્વે જ કાર્યકરોને અટકાવી દેવાયા હતા અને પોલીસ ટીમે પુતળાને છીનવી લીધું હતું જોકે યુવા કોંગ્રેસ કાર્યકરોએ નહેરુ ગેઇટ ચોકમાં શિક્ષણ મંત્રી હાય હાય, મુખ્યમંત્રી હાય હાયના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો.