દ્વારકામાં કોરોનામાં ઘરના મોભીના મૃત્યુ થયા બાદ ઘરના 3 સભ્યોએ પણ આપઘાત કર્યો હતો. પત્ની તેમજ બે પુત્રોએ દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. ગઈકાલે ઘરના મોભી જયેશભાઇ જૈનનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં આવી જતા પગલુ ભર્યુ હતુ. ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઇ છે. સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
