દિલ્હી યુનિવર્સિટીમાં અંડરગેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ આજથી શરુ થઈ ગઈ છે. એડમિશન લેવા ઈચ્છુક કેન્ડિડેટ્સ DUના એડમિશન પોર્ટલ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. UG કોર્સમાં મોટાભાગના એડમિશન ધોરણ 12ની બોર્ડ એક્ઝામને આધારે તૈયાર કરેલા મેરિટ લિસ્ટને આધારે થાય છે. જો કે, અમુક કોર્સ માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હાલ PG કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે. આ વર્ષે અંડરગેજ્યુએટ કોર્સ માટે કટ ઓફ માર્ક્સ હાઈ રહેવાની સંભાવના છે. આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12માં 95%થી વધારે માર્ક્સ મેળવ્યા છે. આથી કટ ઓફ હાઈ જઈ શકે છે. DU ઘણા રાઉન્ડમાં એડમિશન કન્ડક્ટ કરશે. આ માટે દરેક રાઉન્ડમાં કટ ઓફ લિસ્ટ જાહેર થશે. ગયા વર્ષે ટોપ કોલેજોએ પ્રથમ અને બીજા રાઉન્ડ પછી એડમિશન બંધ કરી દીધું હતું. આ વખતે યુનિવર્સિટીમાં UGની કુલ 65 હજાર સીટ પર એડમિશન આપવામાં આવશે. જો કે, PG માટે 20 હજાર સીટ નક્કી કરી છે. પ્રથમ કટ ઓફ લિસ્ટ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરવામાં આવશે. આ વર્ષે કોરોનાને લીધે યુનિવર્સિટી ECA અને સ્પોર્ટ્સ ક્વોટાના એડમિશન માટે ટ્રાયલ નહીં કરાવી શકે. આ વિશે DUની નોટિફિકેશન પ્રમાણે, ઈન સપૂરન્યૂમેરી સીટ માટે કેન્ડિડેટ્સને એડમિશન મેરિટ/પાર્ટિસિપેશન સર્ટિફિકેટને આધારે આપવામાં આવશે. માત્ર આ વર્ષના વિદ્યાર્થીઓને છેલ્લા ચાર વર્ષ( 1 મે 2017-30 એપ્રિલ 2021)અ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની અનુમતિ મળશે.
