કોરોના નું સંપૂર્ણ પાલન કરીને આજે મળશ્કે 4.30 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યાં છે. કપાટ ખોલવાની વિધિ રાતે 3 વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી. રાવલ ઈશ્વર પ્રસાર નંબૂદરી દ્વારા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. આ દરમિયાન ગુરુ શંકરાચાર્યની ગાદી, ઉદ્વવજી, કુબેરજીની પૂજા પણ કરવામાં આવી. કપાટ ખોલ્યા બાદ લક્ષ્મી માતાને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં.
ભગવાન બદ્રીનાથનો તલના તેલથી અભિષેક કરવામાં આવ્યો. ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી. પૂજામાં દેશના કલ્યાણ આરોગ્યતા માટે પ્રાર્થના કરવામાં આવી. ઓનલાઇન બુક થયેલી પૂજાઓ ભક્તોના નામે કરવામાં આવી. શ્રી બદ્રીનાથ ફૂલ સેવા સમિતિ દ્વારા 10 હજાર કિલોથી વધારે ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું.