ભગવાનનો દરેક પૂજા પાઠ આરતી વગર અધૂરો છે આપણે નિત્ય કરીએ છીએ ભગવાનની આરતી. નદીકિનારે પણ થાય છે. ગંગા માતાની આરતી આરતી કરતા જાતકોના તમામ પાપોનો દહન થાય છે અને દ્રવ્ય થકી આરતી કરી શકાય, હાથમાં ફૂલ લઈને પણ થઈ શકે છે ભગવાનની આરતી અનેક પ્રકારે થઈ શકે છે ભગવાનની આરતી. ગાય ના ઘી થી આરતી કરતા થાય છે અનેક લાભ. નિત્ય ઘરમાં ઘી ની આરતી કરતા વાતાવરણ બને છે પવિત્ર. ધૂપ દ્વારા પણ થઈ શકે છે ભગવાનની અને આરતી ભગવાનના સ્વરૂપના દર્શન એટલે તેમની આરતી અને તે કરવાથી ભગવાનના સુંદર સ્વરૂપના દર્શન થાય છે.
આરતીમાં પણ અલગ અલગ દીવાઓનું મહત્વ હોય છે, મહા આરતી 108 દીવા દ્વારા કરવામાં આવે છે અને આરતી વખતે થાળીમાં સ્વસ્તિક બનાવી તેને શણગારી ભગવાન તમારા જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આરતીની થાળીમાં મુકાય છે અનેક દ્રવ્ય અને પુષ્પક. જાસૂદનું પુષ્પ ગણેશજીની આરતીની થાળીમાં, ભગવાન શિવજીની આરતીમાં ધતુરાનું ફૂલ અવશ્ય મૂકવું જોઇયે, ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગના પુષ્પ મૂકવા અનિવાર્ય છે. દેવ હનુમાનની આરતીમાં લાલ રંગનાં પુષ્પ અચૂક મુકવા દેવી-દેવતાઓ પ્રમાણે અલગ અલગ દ્રવ્યોની કરાઈ છે આરતી જે તામસી દેવી-દેવતાઓ હોય તેમને તેલનો દીવો કરતા થાય છે ફાયદો.