મહાદેવના અનેક નામ છે. દરેક નામને પોતાની અલગ મહિમા છે. તેમના દરેક નામમાં છુપાયેલી છે એક વિશેષ શક્તિ. જાણો, શિવના કયા નામથી તમને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે… મહેશ નામથી ચાલશે તમારો બિઝનેસ. બિઝનેસ વધારવા માટે શિવના ‘મહેશ’ નામનો ઉપયોગ કરો. આ નામનો જાપ કરતા કામ પર નિકળો. બિઝનેસની દરેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે અને સફળતા મળશે.
- ‘વિશ્વમ્ભર’ નામથી મળશે રોજગાર. નોકરી માટે ભગવાન શિવના ‘વિશ્વમ્ભર’ નામનો ઉપયોગ કરો. ખાતા-પીતા, ઉઠતા-બેસતા શિવના ‘વિશ્વમ્ભર’ નામનું જાપ કરો. તમારી રોજગારની સમસ્યા ટૂંક સમયમાં દૂર થઇ જશે.
- ‘રૂદ્ર’ થી સુધરશે તમારા બાળકોનું વર્તન. બપોરના સમયે ‘રુદ્ર’ નામનો 15 મિનિટ સુધી જાપ કરો. ત્યારબાદ પોતાની સંતાનનું 11 વખત નામ લેવાથી તેના વર્તનમાં સુધારો આવશે.
- ‘આશુતોષ’થી સુધરશે જીવનસાથીનું વર્તન. જીવનસાથી સાથેનો મનભેદ દૂર કરવા માટે ભગવાન શિવના ‘આશુતોષ’ નામનો ઉપયોગ કરો. સવારે ઉઠયા બાદ અને રાત્રે સૂતા પહેલા આ નામનું જાપ કરો. તમારા જીવનસાથીનું વર્તન સુધરવા લાગશે.
- ‘બાબા’ દૂર કરશે મોટી આપત્તિઓ. ભગવાન શિવના ‘બાબા’ નામમાં મોટામાં મોટી આપત્તિ ટાળવાની શક્તિ છે. જેટલું વધારે શિવના આ નામનું જાપ કરવામાં આવે તેટલો જ વધારે લાભ થશે.
- ‘નટરાજ’ આપશે માન-સન્માન. યશ અને કીર્તિ મેળવવા માટે ભગવાન શિવના ‘નટરાજ’ નામનો ઉપયોગ કરો. પ્રદોષ કાળમાં શિવના ‘નટરાજ’ નામનો 108 વાર જાપ કરો. તેનાથી તમારું માન-સન્માન વધશે, નામ અને યશ પણ મળશે.
- ‘શિવ’ ખોલશે મોક્ષનો દ્વાર. મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન ‘શિવ’ના નામનો જ જાપ કરો. શિવજીનું ધ્યાન કરતા ‘શિવ’ નામનો જાપ કરવાથી ફળ પ્રાપ્ત થશે. જો કોઇ સિદ્ધ વ્યક્તિ પાસેથી ‘શિવ’નામનો મંત્ર મળે તો તે સૌથી શ્રેષ્ઠ રહેશે.