24 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની અમાસ છે. 25 માર્ચ, બુધવારથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દેવી પૂજામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નવરાત્રિ પહેલાં જ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઇએ. દરેક મહિનાની અમાસ તિથિએ પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઇએ. આ તિથિ પિતૃઓને સમર્પણ છે.
1: અમાસના દિવસે કુટુંબના બધા જ મૃત લોકો માટે શ્રાદ્ધ કરવું જોઇએ. કોરોનાવાઇરસના કારણે પવિત્ર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, જેથી ઘરમાં જ પવિત્ર તીર્થ અને નદીઓનું નામ લઇને સ્નાન કરવું. સ્નાન બાદ દાન-પુણ્ય કરવું જોઇએ.
2: સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પણ કરવું. તેના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
3: ઘરમાં જ્યાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાનું હોય, ત્યાં ગંગાજળ છાંટવું, ગાયના ગોબરથી લીપીને તે જગ્યાને પવિત્ર કરો.
4: પિતૃઓને ધૂપ-ધ્યાન કરવા માટે શુદ્ધ સાત્વિક ભોજન બનાવવવું. ખીર-પૂરી અને શાક બનાવી શકો છો. પિતૃઓ માટે વિધિ-વિધાનથી તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરો. ગોબરના છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપવું જોઇએ. પિતૃઓને યાદ કરવાં. પિતૃઓનું નામ લઇને સળગતા છાણા ઉપર દૂધ, દહીં, ઘી અને ખીર અર્પણ કરો.
5: અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. અનાજ અને ધનનું દાન કરો.