ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને માનવામાં આવે છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ પણ વાત હનુમાનજી ટાળતા ન હતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા. એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. આ દરબારમાં બધા વરિષ્ઠ ગુરૂ અને દેવતાઓ હાજર હતા. અહીં એક ખાસ વાત પર ચર્ચા ચાલી રહી હતી. આ વાત હતી રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ. બધા પોત પોતાના મત આપી રહ્યા હતા. જ્યાં બધા લોકો રામને વધારી શક્તિશાળી માની રહ્યા હતા. ત્યાં જ નારદ મુનિનો મત એકદમ અલગ હતો. નારદ મુનિએ કહ્યું કે રામ નામ વધારે શક્તિશાળી છે. તે વખતે હનુમાનજી એકદમ ચુપ બેઠા હતા. નારાદ મુનિનો મત કોઈ સાંભળી રહ્યું ન હતું જ્યાં આ સભા પતી ત્યાર નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે તે દરેક ઋષિ મુનિઓને નમસ્કાર કરે. પરંતુ ઋષિ વિશ્વામિત્રને ન કહે. હનુમાનજીને સમજ ન આવ્યું ત્યારે તેમણે નારાદ મુનિને પુછ્યુ કે તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે? નારદ મુનિએ કહ્યું કે તેમને ઋષિઓમાં ન ગણવામાં આવે કારણ કે તે પહેલા રાજા હતા.
નારાદજીની વાત હનુમાનજીએ માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યું પરંતુ વિશ્વામિત્રને નમસ્કાર ન કર્યું. આ જોઈ વિશ્વામિત્ર ખૂબ ક્રોધિત થઈ ગયા. તેના પર વિશ્વામિત્રએ રામને હનુમાનની ભુલ પર સજા આપવા કહ્યું. તેમણે કહ્યું કે હનુમાનને મોતની સજા આપવામાં આવે. વિશ્વામિત્ર શ્રી રામના ગુરૂ હતા અને તે તેમની વાત ટાળી શકે તેમ ન હતું. એવામાં શ્રી રામે હનુમાનને મારવાનો નિર્ણય કર્યો. હનુમાને નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પુછ્યું. તેના પર નારદ મુનિએ કહ્યું કે તે રામ નામ જપવાનું શરૂ કરી દે. હનુમાને રામ નામ જપવાનું શરૂ કરી દીધુ. શ્રીરામે હનુમાન પર પોતાનું ઘનુષ બાણ તાણ્યુ. પરંતુ તે તીરે હનુમાનજીને નુકશાન ન પહોંચાડ્યું. પછી હનુમાનજી પર બ્રહ્માન્ડમાંથી સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો. વાત બગતી જોઈને નારદ મુનિએ ઋષિ વિશ્વામિત્ર પાસે હનુમાનજીને ક્ષમા કરવાની માંગ કરી. ત્યારે છેવટે વિશ્વામિત્ર એ હનુમાનજીને ક્ષમા કર્યા.