આગામી તારીખ 18ને શુક્રવારથી પુરુષોત્તમ માસનો પ્રારંભ થઇ રહ્યો છે જે 16 ઓક્ટોબર સુધી રહેશે. આ પહેલા 2018માં અધિકમાસ રહ્યો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે એકસાથે અનેક શુભ યોગ અને નક્ષત્રમાં અધિકમાસ મનાવશે. આ વર્ષે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર, વ્યતિપાત યોગ, રવિ પુષ્યામૃત યોગ, અમૃતસિદ્ધિયોગ જેવા શુભ યોગનો સંયોગ સર્જાયો છે તેથી આ વર્ષનો પુરુષોત્તમ માસ પૂજા, ઉપાસના, જપ-તપ માટે શુભ રહેશે.
ક્યા દિવસે ક્યો યોગ
18 સપ્ટેમ્બર : ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં અધિકમાસનો પ્રારંભ થશે.
20 સપ્ટેમ્બર : વૈદ્યુતિ યોગ ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ છે.
2 ઓક્ટોબર : અમૃતસિદ્ધિયોગ છે, દરેક પુણ્યકાર્ય માટે શુભ છે.
7 ઓક્ટોબર : વ્યતિપાત યોગ છે જે દાન-પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ છે.
11 ઓક્ટોબર : સવારે 6.43થી રાત્રે 1.19 સુધી રવિ પુષ્યામૃત યોગ છે.
16 ઓક્ટોબર : વૈદ્યુતિ યોગ છે જે જપ-તપ માટે શુભ ગણાય છે.