જે લોકો આ વર્ષે કોઈ નવું કામ શરૂ કરવા ઇચ્છે છે તેઓ ખાસ તારીખોની પસંદગી કરી શકે છે. જ્યોતિષિઓના આધારે 2021નું વર્ષ અનેક ખાસ તારીખો સાથે કોઈ શુભ કામને અસફળ થવા દેશે નહીં. જો તમે પણ ઘર, બિઝનેસ, સ્ટાર્ટઅપ, નોકરી, જમીનની ખરીદી વિશે વિચારો છો.આ સમયે દુકાન કે મકાન સાથેના શુભ કામની શરૂઆત કરી શકાય છે. તેનાથી તમને સફળતા પણ જલ્દી મળશે.
28/10/2021ના રોજ ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગના દિવસે સૌથી શ્રેષ્ઠ સમય નીચે જણાવેલ મુજબ છે. જે સમયે આપ સોના, ચાંદી, નવી ચીજ-વસ્તુની ખરીદી, મંત્ર-યંત્ર સિદ્ધિ ઉપાસના માટેના શ્રેષ્ઠ મુહૂર્તો આપ નોંધી લો.