ઓડિશા અને પશ્ચિમ બંગાળના અમ્ફાનના તોફાનથી સર્જાયેલા વિનાશ બાદ હવે બીજા એક ચક્રવાત તોફાનનો ભય સામે આવ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ઉપર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે, જે ચક્રવાતી તોફાનમાં ફેરવાય રહ્યું છે. તે આવતા અઠવાડિયે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે. તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 4 જૂને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે.
રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્રના પ્રમુખ સતી દેવીએ જણાવ્યું છે કે 4 જૂન માટે દરિયાકાંઠા મહારાષ્ટ્ર, ગોવા અને સમગ્ર ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠા મહારાષ્ટ્ર અને ગોવા માટે રેડ એલર્ટ અને 3 જૂને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ-પૂર્વ અને તેની સાથેના મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં જે નિમ્ન દબાણ ક્ષેત્રની રચના થઈ છે તે આગામી 24 કલાકમાં ડિપ્રેશન તીવ્ર બનશે. આ પછી, તે તીવ્ર થઈને 3 જૂન સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે.
The low pressure Area over Arabian Sea to intensify into Cyclonic Storm during next 48-hours. It would reach near north Maharashtra and south Gujarat coasts around 3rd June morning.
— IMD Weather (@IMDWeather) May 31, 2020
આઇએમડીએ ટ્વિટ કર્યું છે કે દક્ષિણપૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે. આગામી 24 કલાક દરમિયાન, તે પૂર્વ-મધ્ય અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર તોફાની બનશે અને આગામી 24 કલાકમાં તે ચક્રવાતમાં ફેરવાશે.
https://twitter.com/ndmaindia/status/1267120671676461057
હવામાન વિભાગે ગુજરાતના માછીમારોને 4 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. દરિયામાં ગયેલા માછીમારોને રવિવારની સાંજ સુધીમાં પરત આવવાનું કહેવામાં આવ્યું હતું. આઇએમડીના અમદાવાદ સેન્ટરએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો માટે એલર્ટ જારી કર્યું છે. 4 જૂન સુધીમાં પવન આ વિસ્તારોમાં 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને ત્યાર બાદ 176 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનીસંભાવના સંભાવના છે, જેના કારણે સમુદ્ર જોખમી સ્વરૂપ લઈ શકે છે.