કોરોના વાઇરસે પુરા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે ત્યારે કોરોના વાઇરસ વિશે જાગ્રુતતા ફેલાવવી એ અતિ આવશ્યક થઈ પડ્યું છે આ મહામારી નાં પગલે લગ્ન સહિત નાં તમામ શુભ પ્રસંગો ના આયોજન પડી ભાંગ્યા છે. ઘણાં બધાં પરીવારે લગ્નની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હોવાથી પરીવાર ની પાંચ વ્યક્તિઓ ની સાક્ષીમાં લગ્ન કરી લીધા છે. ત્યારે શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે હવે લોકડાઉન ખુલ્યા બાદ પણ જુન, નવેમ્બર, અને ડિસેમ્બર મહિનામાં જ લગ્ન નાં મુહુર્ત મળી શકશે.
- જુન – ૨૦૨૦
૧૧, ૧૩, ૧૫, ૧૬, ૨૫, ૨૭, ૨૯, ૩૦ - નવેમ્બર – ૨૦૨૦
૨૫, ૨૭, ૩૦ - ડિસેમ્બર – ૨૦૨૦
૧, ૭, ૯, ૧૦, ૧૧
ત્યારબાદ વર્ષ ૨૦૨૧ માં એપ્રિલ મહિના પછી સુભ મુહુર્ત આવી રહ્યા છે તેમાં પણ લોકો સાદગીથી લગ્નનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે વળી આ વર્ષે કમુરતાનું લીસ્ટ પણ મોટું છે
- ૩૦ મે થી ૮ જુન ૨૦૨૦ શુક્ર ગ્રહ અસ્ત છે
- ૧ જુલાઈ થી ૨૪ નવેમ્બર દેવ પૌઢી અને દેવ ઉઠી એકાદશી છે
- ૧ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર શ્રાધ્ધ પક્ષ છે
- ૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર અધિક માસ છે
- ૧૫ ડિસેમ્બર થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ધનુરમાસ છે
- ૧૪ ફેબ્રુઆરી થી ૧૮ એપ્રિલ શુક્ર ગ્રહ નો અસ્ત છે
- ૧૪ માર્ચ થી ૧૩ એપ્રિલ મીનારક છે
- ૨૨ માર્ચ થી ૨૮ માર્ચ હોળાષ્ટક છે
ઘણા બધા પરીવારોએ વર્ષ ૨૦૨૧ ના છેલ્લા મહિનાઓમાં લગ્ન નાં આયોજન કરવાનું નક્કી કર્યું છે.