ગાંધીનગર – ગુજરાત સરકારના આયુષ નિયામકે બહાર પાડેલી માર્ગદર્શિકા શું કહે છે એ જાણો.
- સામાન્ય પગલાં-
1. દિવસભર ગરમ પાણી પીવું.
2. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે)
3. હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો
4. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-
5. સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
6. હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો
7. દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
8. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર. - સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-
1. Nasya – બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજ
2. કોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.
3. સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-
4. તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
5. લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
6. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
7. આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે - આયુર્વેદ પધ્ધતિ દ્દારા રક્ષણાત્મક ઉપાય
- 1. ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુ
2. તુલસીના બે ચમચી રસ માં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
3. ઔષધસિધ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી (અથવા સૂંઠ ૨ ચમચી)ને ૧૦ ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.
4. ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રા.,સરસવ – ૧૦ ગ્રા. ,લીમડાના પાન – ૧૦ ગ્રા. અને ગાયના ઘી – ૨૦ ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
5. હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો
6. આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી.
7. જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી. - આહાર
- 1. ઘરનો સાત્વિક, સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો.
2. વાસી ખોરાક,આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ,ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી.
3. વિરુધ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી.
4. મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.
5. શાકભાજીમાં કારેલા, પરવળ, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો ,આદુ ,હળદર , લસણ અને ફુદીનો લેવા.
6. પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના ખાવા.
7. ફળમાં પપૈયા,દાડીમ, આમળા જેવા ફળ લેવા.
8. પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.
9. ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો. - વિહાર
- 1. સ્વચ્છતા આસપાસની, ઘરની અને વ્યક્તિગત જાળવવી.
2. ભીડભાડ વાળી જગ્યાએ બિનજરુરી જવુ નહી. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
3. ખાસ હાથની સફાઇ કરવી બિનજરુરી આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો.
4. શરદી ખાંસીના દરદીઓથી અંતર રાખવું.
5. વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવો. હ્ળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.
6. એકકાલ ભોજન – દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવૂં.
7. જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો.
8. દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી.
9. હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા.
10. સવારમા નાકમાં નવસેકા તલના તૈલના બે બે ટીપા નાખવા. અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
11. સંધ્યાકાળે ઘરમાં (સલાઇ ગુગળ, ઘોડાવજ,સરસવ ,લીમડાના પાન અને ગાયના ઘી)નો ધૂપ કરવો.
12. ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.