થાઇલેન્ડ ઓપનની સાથે કેરિયરનું પહેલું બીડબલ્યુએફ સુપર 500 ટાઇટલ જીત્યા પછી ઉત્સાહથી તરબતર સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ડબલ્સ જોડીની નજર હવે આવતા અઠવાડિયાથી શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનિશપમાં મેડલ જીતવા પર સ્થિર થઇ છે. જો કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વની ટોચની 9 જોડીઓ ભાગ લઇ રહી હોવાથી તેમના માટે એ પડકાર સરળ તો નહીં જ હોય.
ચિરાગે કહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવતા અઠવાડિયે છે અને આ સ્પર્ધા પહેલા અમે સારું પ્રદર્શન કર્યું છે. મોટાભાગના સ્ટાર ખેલાડીઓએ થાઇલેન઼્ડમાં ભાગ લીધો હતો. અમને એ ખબર જ છે કે અમે અહીં પ્રબળ દાવેદાર તરીકે નહીં જ હોઇએ પણ થાઇલેન્ડમાં ટાઇટલ જીતવાના કારણે અહીં મેડલ જીતવાની આશા જન્મી છે. તેણે કહ્યું હતું કે અમારી અંદર વર્લ્ડ ચેમ્પિયન બનવાની ક્ષમતા છે. થાઇલેન્ડ ઓપનનું લેવલ ઘણું ઉંચુ હતુ અને તે સરળતાથી વલ્ડ ચેમ્પિયનશિપની લેવલની હતી. તેથી મને લાગે છે કે અમારી પાસે તેમાં મેડલ જીતવાની તક છે.