ચૈત્ર મહિનાની અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃ પૂજાનું વિશેષ મહત્ત્વ રહેશે. આ તિથિએ સ્નાન અને દાન કરવાથી પાપ દૂર થાય છે. 22 એપ્રિલે સવારે લગભગ 5:25 થી ચૈત્ર મહિનાની અમાસ તિથિ શરૂ થશે. જે આખો દિવસ અને રાત સુધી રહેશે ત્યાર બાદ 23 એપ્રિલ ગુરૂવારે સવારે 8 વાગે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં બુધવારે જ સ્નાન, દાન, વ્રત અને પૂજા-પાઠ કરવા જોઇએ. પંચાંગ ભેદના કારણે દેશના થોડાં ભાગમાં આ પર્વ 23 એપ્રિલ ગુરૂવારે પણ ઉજવવામાં આવશે.