ગાંધીનગર—ગુજરાતના બજારોમાં વેચાતી તમામ પ્રકારની ચીજવસ્તુઓમાં લૂંટફાટ કરનારા વેપારીઓ ચેતી જજો, કારણ કે તોલમાપ વિભાગના કર્મચારીઓ ત્રાટકી રહ્યાં છે અને ભારે દંડ વસૂલી રહ્યાં છે. તમારી દુકાન કાયમી પણ બંધ થઇ જશે.
સરકારમાં વિવિધ ફરિયાદો આવતાં રાજ્યનું તોલમાપ ખાતુ એક્ટિવ થયું છે. વધુ ભાવ લેતાં વેપારીઓ સામે પગલાં લઇને આ વિભાગે 2.21 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ વિભાગે નાગરિકોને કહ્યું છે કે જ્યાં તમને વધારે ભાવ જણાતા હોય તેન નામ અને સરનામાં સહિત [email protected] મેઇલ પર જાણ કરશો તો વિભાગના કર્મચારીઓ પગલાં લેશે.
રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક કચેરી દ્વારા ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમઆરપી કરતાં વધુ ભાવ લેવા બાબતે 1700 જેટલા એકમો ઉપર દરોડા પાડ્યા હતા તેમજ 1100 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
રાજ્યમાં લોકડાઉન-4 માં આપેલી છૂટછાટ દરમ્યાન પાન-મસાલા તથા તમાકુના વેચાણમાં બેફામ ભાવ લેવા અંગેની ફરીયાદો તોલમાપ નિયત્રંક તંત્રને મળતા આ બાબતે ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા માણસાના અંબિકા ટ્રેડર્સ ઉપર દરોડા પાડી તપાસ કરતાં વિમલ પાન-મસાલા પાઉચના 28 રુપિયાને બદલે 40 રુપિયા વસૂલ કર્યા હતા તેમજ ઇગલ તમાકુના ટીનના 75 રુપિયાના બદલે 200 રુપિયા વસૂલ્યા હતા. આ ઉપરાંત બંસરી પાન અને લાલસોટ પાન પાર્લર, કુડાસણ ખાતે પણ સીગારેટના પેકેટ્સ ઉપર એમઆરપી કરતા વધુ ભાવ લેતા આ એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાયબ નિયંત્રક (એફએસ) દ્વારા મરી-મસાલાના પેકેટ્સ ઉપર કિંમતમાં છેકછાક અંગે વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-6, ગાંધીનગર ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં વિવિધ એકમો ખાતે તપાસ કરી એમઆરપી કરતા વધુ ભાવ લેતા 6 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટ વગેરેના વેપારી એકમો ખાતે 500 નિરીક્ષણ કરવામાં આવેલ છે. જેમાં વધુ ભાવ લેવા અંગે 124 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મદદનીશ નિયંત્રક મહેસાણા દ્વારા 30 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 1.61 લાખ રૂપિયાની ગુન્હા માંડવાળ ફી વસૂલ કરી છે.
અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી 26000 ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, વલસાડ તથા જુનાગઢ જીલ્લામાં 17 એકમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી 34000 ગુન્હા માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.