ગાંધીનગર- ગુજરાતમાં કાળાબજાર કરતાં તત્વો સામે કડકહાથે પગલાં લેવા અને કોઇપણ ચીજવસ્તુની સંગ્રહાખોરી થાય નહીં તેની તકેદારી રાખવા અન્ય અને નાગરિક પુરવઠા તંત્રને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. એટલું જ નહીં વેપાર અને ઉદ્યોગના એકમો તેમના કર્મચારીઓને છૂટા કરી શકશે નહીં અથવા તો પગાર કાપી શકશે નહીં.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે લોકડાઉનમાં ચીજવસ્તુના કાળાબજાર કરતાં વેપારીઓને છોડવામાં નહીં આવે. એક ફરિયાદા આધારે સાબરકાંઠાના એક ગામમાં સરકારી અનાજ અન્યત્ર લઇ જવા માટે ટ્રકમાં માલની ફેરબદલની ઘટના સામે આવતાં સાત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામને જેલમાં નાંખી દેવામાં આવ્યા છે.
લોકડાઉનના સમયગાળા દરમ્યાન કોઇ પણ ઉદ્યોગ-વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ, કારખાના ધારકો પોતાના કર્મચારીઓ-શ્રમિકોને છૂટા નહીં કરી શકે તેમજ વેતન પણ કાપી નહીં શકે તેવી ખાસ સૂચના શ્રમ રોજગાર વિભાગને આપવામાં આવેલી છે.
ઉદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી 10358 કોલ્સ 18000થી વધુ ઇમેઇલ અને વોટ્સેપ કરવામાં આવ્યા છે. 20214 એકમોએ તેમના કુલ 7.38 લાખ જેટલા કામદારો-કર્મચારીઓને 1269 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
જિલ્લા કક્ષાએ રજૂઆત માટે 1077 હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે જેમાં 337 જેટલી ફરિયાદો-રજુઆતો મળી હતી અને તેમાંથી 216નું નિવારણ થઇ ગયું છે. 121 જેટલી ફરિયાદોનું નિવારણ પણ બે દિવસમાં થઇ જશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.