ગાંધીનગર- કેન્દ્રના નિર્ણય પ્રમાણે 20મી એપ્રિલે રાજ્યમાં કેટલાક એકમો શરૂ કરવાનો નિર્ણયકરવામાં આવ્યો છે. જો કે સાથે એવી ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનો ભંગ થશે તોછૂટ પાછી ખેંચી લેવામાં આવશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વ પૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાંઆવ્યો છે કે રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવાર થી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકાહદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે.
શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારો ને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થાઅને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે.
શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિ ના સતત નિરીક્ષણબાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે એમ પણ આ બેઠક માં કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં નિર્માણ હેઠળ ના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ કામદારો શ્રમિકો ની તે પ્રોજેક્ટ્સસ્થળે રહેવાની વ્યવસ્થા સાથે ચાલુ રાખી શકાશે.
રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશીયલ distansing જાળવવા સાથે સરકાર નીગાઈડ લાઈન મુજબ જાહેરનામા માં દર્શાવ્યા મુજબ ની વ્યવસ્થાઓ પણ કરવાની રહેશે. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજઅગ્ર સચિવ મનોજ દાસ ઉપસ્થિત રહ્યા હતા.