રશિયાની અનુભવી ટેનિસ ખેલાડી સ્વેતલાના કુઝનેત્સોવાએ ડબલ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં ટોચની ક્રમાંકિત એશ્લે બાર્ટીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કુઝનેત્સોવાએ બાર્ટીને 6-2, 6-4થી હરાવી હતી. હવે ફાઇનલમાં તેનો સામનો અમેરિકાની મેડિસન કિઝ સાથે થશે તેણે પોતાના જ દેશની સોફિયા કેનિનને 7-5, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ તરફ વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં અપસેટનો શિકાર થયો હતો. જોકોવિચને રશિયાના 9માં ક્રમાંકિત ખેલાડી દાનિલ મેદવેદેવે 3-6, 6-3, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં મેદવેદેવનો સામનો બેલ્જિયમના 16માં ક્રમાંકિત ડેવિડ ગોફીન સાથે થશે. ગોફીને બીજી સેમી ફાઇનલમાં ફ્રાન્સના રિચર્ડ ગાસ્કેટને 6-3, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.