નવી દિલ્હી : આવતા મહિનામાં એટલે કે ઓગસ્ટમાં ઘણા રાજ્યોમાં લગભગ 15 દિવસ બેંકો બંધ રહેશે. એટલે કે, અડધો મહિનો રજામાં જ જશે. આવી સ્થિતિમાં, જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, તો વહેલી તકે તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. કદાચ તમે બેંક પર જાઓ અને એ દિવસે બેંકની રજાને કારણે તમારુ કામ અટકી ન પડે.
કેન્દ્રીય બેંક એટલે કે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી કેટલીક રજાઓ પ્રાદેશિક છે. મતલબ કે કેટલાક દિવસોમાં કેટલાક રાજ્યોમાં જ બેંકો બંધ રહેશે અને અન્ય રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે.
એ જ રીતે કેટલાક સ્થળોએ બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. 15 દિવસની રજાઓમાંથી, 7 દિવસ સાપ્તાહિક રજાઓ છે. આ સિવાય આરબીઆઈ દ્વારા સૂચિબદ્ધ અન્ય 8 રજાઓ પણ છે.
ઓગસ્ટ મહિનામાં બેંકની રજાઓ
1 ઓગસ્ટ, 2021: રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
8 ઓગસ્ટ, 2021: આ દિવસ પણ રવિવાર છે, તેથી બેંકમાં રજા રહેશે.
13 ઓગસ્ટ, 2021: આ દિવસે પેટ્રિઅટ્સ ડેને કારણે ઇમ્ફાલ ઝોનમાં બેંકો બંધ રહેશે.
14 ઓગસ્ટ, 2021: બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
15 ઓગસ્ટ, 2021: રવિવારે અને સ્વતંત્રતા દિવસને કારણે બંધ.
16 ઓગસ્ટ, 2021: પારસી નવા વર્ષને કારણે આ દિવસે મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઈ અને નાગપુર ઝોનમાં બેંકો બંધ રહેશે.
19 ઓગસ્ટ, 2021: મુહરમના કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગર જેવા ઝોનમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ, 2021: મુહરમ અને પ્રથમ ઓનમના કારણે બેંગ્લુરુ, ચેન્નાઈ, કોચી અને કેરળ ઝોનમાં રજા રહેશે.
21 ઓગસ્ટ, 2021: થિરૂવોણમના કારણે કોચિ અને કેરળ ઝોનમાં રજા રહેશે.
22 ઓગસ્ટ, 2021: રક્ષાબંધન અને રવિવારના કારણે આ દિવસે બેંકની રજા રહેશે.
23 ઓગસ્ટ, 2021: શ્રી નારાયણ ગુરુ જયંતીને કારણે આ દિવસે કોચિ અને કેરળ ઝોનમાં બેંકો બંધ રહેશે.
28 ઓગસ્ટ, 2021: બેંકો ચોથા શનિવારના કારણે બંધ રહેશે.
29 ઓગસ્ટ, 2021: રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
30 ઓગસ્ટ, 2021: જન્માષ્ટમીના કારણે બેંકો આ દિવસે બંધ રહેશે.
31 ઓગસ્ટ, 2021: શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે આ દિવસે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.
એકંદરે, ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસ લાબું વિકેન્ડ છે. તે 19 અને 23 ઓગસ્ટની વચ્ચે છે. આવી સ્થિતિમાં, તેમના માટે આ રજાઓ એક સાથે પડી રહેલા ઝોનમાં ક્યાંક ફરવા જવા માટે વધુ સારી તક છે.