બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ લોકો સાથે ભૂવા અને અસામાજીક તત્વો તંત્ર મંત્રના નામે છેતરપીંડી આચરે છે. આવી જ એક ઘટનાનો વિડીયો પાલનપુર થી સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે મામલે ત્રણ લોકો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મિડિયામાં એક વ્યક્તિ તંત્ર મંત્રના જાપ કરી કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરતો હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે વિડીયો વાયરલ થતાં જ તંત્ર એકશનમાં આવ્યું. પોલીસે વિડીયો મામલે તપાસ હાથધરી તો જાણવા મળ્યું કે વિડીયો પાલનપુર શહેરના રામજી નગર લક્ષ્મીપુરા નું હોવાનું સામે આવ્યું. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી વીડિયોમાં મંત્ર તંત્રના જાપ કરતા ગુરૂ, મૃતક કોરોના પોઝીટીવ દર્દીના ભાઈ તેમજ ગુરૂભાઈ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.મૃતક કોરોના પોઝીટીવ દર્દીની કચ્છના રાપર તાલુકાના નાડેલા ગામથી ગુરૂ તરીકે ઓળખાતા આરોપી રાયમલ ભગત આવ્યા હતા. જેને પોતાના શરીરનું સમગ્ર વજન આપી મંત્ર તંત્ર ના જાપ કરતો હોવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેથી આ વિડીયો જોઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરી ત્રણ આરોપીઓ સામે IPC કલમ 188 તેમજ એપેડમિક એકટ મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેથી બીજા કોઈ વ્યક્તિઓ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારે કોરોના પોઝીટીવ દર્દી સાથે અમાનવીય કૃત્ય ન કરે.
