હિન્દુ પંચાંગ અનુસાર માગશર સુદ છઠ પંચક,ધ્રુવ યોગે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે. વિશ્વનું ભરણ-પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો મહિમા અનેરો છે એવું માનવામાં આવે છે કે પાર્વતીએ ઉમા, શિવા, શક્તિ ભવાની ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી પૂર્ણ પોષણ કરનારી દેવી છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્નપૂર્ણા માતાજીનું વ્રત મહિમા પણ દરિયાપાર પહોંચ્યો છે એટલે કે મોટી સંખ્યામાં દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે છે અને માતાજીના દર્શન કરવા ઘણા ભક્તો ખાસ ગુજરાતમાં પ્રધારે છે.
ઘણા બધા પરિવારોની કુળદેવી તરીકે પણ રહેલી છે. દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી કુટુંબ કબીલામાં સદાને માટે દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિની સદાને માટે વધતી જાય છે.આ વ્રત પુરુષ તેમજ સ્ત્રી બંને જાતકો તથા ભક્તિપૂર્વક કરતા હોય છે.૨૧ શેરવાળા દોરાને ગાંઠ મારી અક્ષત, અબીલ, ગુલાલ સાથે ૨૧ ગાંઠો મારી મંત્રોચાર કરી માતાજીના દર્શન કરી વ્રતારંભ થાય છે. આ દોરો સ્ત્રી જાતક ડાબા હાથે પુરુષ જાતકના જમણા હાથે બાંધવામાં આવે છે.માતા પાર્વતીને અન્નપૂર્ણા રૂપની પૂજા સાથે તેમનું વ્રત, સ્તવન નિયમપૂર્વક નિષ્ઠાથી કરવામાં આવે છે.
આ વ્રત અન્નપૂર્ણા માતાજીની કૃપાથી ધન- સંપત્તિ,મિલકત સાથે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારે મગની દાળ,ચોખાનો લોટ, ભાજી, મૂળા, કોથમીર, મરચા, કેળા, કાંદા, બટાકા, હલવો ન ખાવા તેમજ દરરોજ માતાજીને નવા-નવા પકવાન(નૈવૈધ્વ)નો ભોગ ધરાવવો. તા.૨૨ ડિસેમ્બરના રોજ અન્નપૂર્ણા વ્રત સંપન્ન થશે થશે. જે જાતકની કુંડળીમાં કેમદ્દમયોગ, ચાંડાલ યોગ, ભિક્ષુક કે દરિદ્રતાયોગ હોય તેવા જાતકો આ વ્રત કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થશે. શહેરમાં માતા અન્નપુર્ણા માતાનું પ્રાચીન મંદિર રાયપુર વિસ્તારમાં આવેલું છે. દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડશે.