આણંદના બેડવા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. અને ભોગ બનનારાઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડવા ગામે મુસ્લિમ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં જમણવારમાં દુધીનો હલવો અને ચીકન બિરયાનીની જમ્યા પછી લોકોની તબિયત લથડવા લાગી હતી.જેમાં 10-થી વધુ લોકોને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનનો ભોગ નાના બાળકો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે.
