ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશી 7 મેના રોજ રહેશે. જેને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ એકાદશી અંગે ભગવાન શ્રીકૃષ્ણજીએ અર્જુનને જણાવ્યું હતું આ વ્રત કરવાથી સૌભાગ્ય અને આરોગ્ય પણ મળે છે. વરૂથિની એકાદશી વ્રતનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ એકાદશી ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવે છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુજી જ છે. એટલે આ તિથિ વધારે ખાસ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અનેક વર્ષો સુધી તપસ્યા કરવા જેટલું ફળ મળી શકે છે.
તિથિ અને મુહૂર્ત
- વરૂથિની એકાદશી- વ્રત 7 મે 2021, શુક્રવાર
- એકાદશી તિથિ શરૂ- 06 મે 2021 ના રોજ બપોરે 02.20 મિનિટથી શરૂ
- એકાદશી તિથિ પૂર્ણ- 07 મે 2021 ના રોજ સાંજે 03.35 મિનિટે પૂર્ણ
- એકાદશી વ્રત પારણા મુહૂર્ત- 8 મે સવારે 5.35 થી સવારે 08.16 સુધી