આ વ્રત પાડું પુત્ર ભીમે મહર્ષિ વ્યાસ નાં સૂચન થી કર્યું હતું તેથી આ એકાદશી ‘ ભીમ અગિયારસ ‘ તરીકે પણ ઓળખાય છે. મહાભારત નાં વનપર્વ ની આ કથા છે. જુગાર માં સર્વસ્વ હારી ગયેલા પાંડવો ને દ્રોપદી સહિત બાર વર્ષ નો વનવાસ અને એક વર્ષ નો અજ્ઞાત વાસ નક્કી થાય છે. શ્રી કૃષ્ણ ની સલાહ થી આ કપરો સમય પાંડવો એ વનમાં ઋષિઓ નાં સહવાસ માં વિતાવવું નક્કી કર્યું. જેથી મનમાં વ્યાપેલો સંતાપ હળવો બને. એ માટે
વનવાસ દરમિયાન પાંડવો કામ્યકવન માં આવી મહર્ષિ વ્યાસ નેં મળે છે મહર્ષિ તો તેમનાં પિતામહ હતાં એટલે એક પારિવારિક નાતો હતો. વ્યાસ નાં શરણમાં આવીને તેમણે આવી પડેલા દુઃખ હળવાં થાય અને મનની શાંતિ માટે પ્રાર્થના કરી ‘ હે પિતામહ ! અમારો સંતાપ દૂર થાય એવો ઉપાય અમને બતાવો ‘
વ્યાસે કહ્યું : ‘ હે પુત્રો ! સુખ દુઃખ તો મનુષ્ય જીવન નો એક ભાગ છે. જે દુઃખ સહન કરે છે એ જ સુખ નો અનુભવ કરી શકે છે. માટે સંતાપ હરવા માટે હું તમને એકાદશી વ્રત નો મહિમા કહું છું ‘
આમ વ્યાસજી એ બધીજ એકાદશી નાં વ્રત નો મહિમા અને ફળ કથા જણાવી કહ્યું તમામ એકાદશી નું વ્રત કરી ઉપવાસ કરો. વ્રત નાં પ્રભાવ થી તમારો સંતાપ દૂર થશે. પાંડવો એ આ વાત સ્વીકારી તો લીધી પણ ભીમ ને ઉપવાસ ની વાત કઠિન લાગી એટલે ભીમે કહ્યું. હે પિતામહ! મારાં માં રહેલો ‘વૃક’ નામનો અગ્નિ મને અકળાવે છે અને અન્ન વગર તૃપ્ત થતો નથી. તમામ એકાદશી નું વ્રત ઉપવાસ કરવા મારા માટે બહુ જ કઠિન છે. મને કોઈ એવું વ્રત બતાવો જે કરવાથી બધીજ એકાદશી નું ફળ પ્રાપ્ત થાય.
ભીમ ની વાત વ્યાસજી ને વ્યાજબી લાગી એટલે કહ્યું ‘વત્સ ! તું માત્ર જ્યેષ્ઠ માસ ની સુદ એકાદશી નું વ્રત જળપાન કર્યા વગર કરીશ તો તને તમામ એકાદશી નાં વ્રત નું ફળ પ્રાપ્ત થશે. વ્યાસજી ની વાત ભીમે સ્વીકારી અને એકાદશી નું વ્રત કર્યું આથી આ એકાદશી ‘ભીમ અગિયારસ’ તરીકે પ્રસિદ્ધ થઈ વળી આ વ્રત એકટાણું કરી જળપાન ન કર્યું તેથી આ એકાદશી ‘નિર્જલા એકાદશી’ નામે ઓળખાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે એકાદશી નાં દિવસે નદી સ્નાન કરી ઈષ્ટ દેવની પૂજા કરવી એકટાણું કરવું પણ જળ નો ત્યાગ કરવો અને વ્રત દરમિયાન પ્રભુ સ્મરણ કરવું. ભુખ્યા નેં ભોજન કરાવવું. બ્રાહ્મણ નેં દાન કરવાથી રિદ્ધિ, સિદ્ધ, આયુષ્ય, આરોગ્ય, સંતતિ, વિજય પ્રાપ્ત થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે