હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે શ્રાદ્ધષ તર્પણ, પૂજા-પાઠ અને દાન કરવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ દોષ નિવારણ અને શનિદોષ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. આ પર્વ 11 મે, મંગળવારના રોજ છે. હિંદુ કેલેન્ડરની ગણનામાં અમાસ ત્રીસમી તિથિ હોય છે. એટલે વદ પક્ષનો છેલ્લો દિવસ અમાસ તિથિ કહેવાય છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્રનું અંતર શૂન્ય થઇ જાય છે. આ 2 ગ્રહોની વિશેષ સ્થિતિથી આ તિથિએ પિતૃઓ માટે કરવામાં આવતી પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. ચૈત્ર મહિનાની અમાસ તિથિએ પિતૃઓની વિશેષ પૂજા કરવી જોઇએ. આ પર્વ પર પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઇએ. જો આ બધું કરવું શક્ય ન હોય તો આ તિથિએ પિતૃઓ માટે વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઇએ અને આ દિવસે અનાજ તથા જળનું દાન કરવું જોઇએ. ચૈત્ર મહિનાની અમાસના દિવસે અનેક જગ્યાએ સત્તૂનું દાન પણ આપવામાં આવે છે. જેથી આ અમાસને સતુવાઈ અમાસ પણ કહેવામાં આવે છે.
