પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણનું પ્રદૂષણ ઓછુ કરવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પર્સનલ વ્હિકલ બાદ હવે ખેતીમાં વપરાશ ટ્રેક્ટર અને લણણીના હાર્વેસ્ટર પણ સીએનજીથી દોડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પર્યાવરણને સુરક્ષિત રાખવા અને લોકોની આવક વધારવાના હેતુથી માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સંશોધન કર્યુ છે. તે અંતર્ગત હવે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જેવા વાહનોને હવે સીએનજી(CNG)થી ચલાવી શકાશે. તેનાથી પૈસાની પણ બચત થશે. સાથે જ પ્રદૂષણનું સ્તર પણ ઓછુ થશે.
નવા નિયમો અંતર્ગત કૃષિ ઉપકરણો તથા વાહનોના એન્જિનમાં બદલાવ કરી શકાશે. જેમાં સુધારની શક્યતા હશે. તેમાં થોડા બદલાવ કરવામાં આવશે. જ્યારે વધુ જૂના વાહનોના એન્જિન રિપ્લેસ કરી દેવામાં આવશે. તેનાથી તેમને સીએનજી (CNG), બાયો સીએનજી અથવા એલએનજી ફ્યૂલથી ચલાવી શકાશે. તેનાથી ફ્યૂલની પણ બચત થશે. આ જાણકારી પરિવહન વિભાગ તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી.
જણાવી દઇએ કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં બદલાવ પર ભારણ આપતા આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દેશના પહેલા સીએનજી ટ્રેક્ટરને લોન્ચ કર્યુ હતું. તેમણે દાવો કર્ઓ હતો કે આ ટ્રેક્ટરથી પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવી શકાશે સાથે જ તેનાથી ખેડૂતોનો ખર્ચ પણ ઓછો થશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ CNG ટ્રેક્ટર વધુ સારુ છે. CNG ટેંક પર સીલ લગાવવામાં આવે છે, તેનાથી તેમાં ફ્યૂલ ભરવા દરમિયાન અથવા ફ્યૂલ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનું જોખમ ઓછુ થાય છે.
સરકારના દાવા અનુસાર CNG ટ્રેક્ટરના ઉપયોગથી એક વર્ષમાં દોઢ લાખ સુધીની બચત થઇ શકે છે. કારણ કે હાલ ડીઝલવાળા ટ્રેક્ટર પર આશરે 3થી 3.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આ ઉપરાંત ડીઝલના મુકાબલે CNG ટ્રેક્ટર કાર્બન ઉત્સર્જન પણ ઓછુ કરે છે. જાણકારોનું કહેવું છે કે CNG કૃષિ વાહનોના ઉપયોગથી પચાસ ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઓછુ થઇ શકે છે.