કોમોડિટી ઓપશનને મંજૂરી આપ્યા બાદ સેબી ટૂંકસમયમાં કોમોડિટી આઙ્ખપ્શન ટ્રેડિંગ પર ગાઈડલાઇંસ જાહેર કરશે કોમોડિટી ઓપ્સનને શરૂ કરવા પૂર્વે ડેરિલેટિવ્સ નિયમોમાં બદલાવ કરવા જરૂરી રહેશે કારણ કે તે વર્તમાન નિયમોમાં સમાવેશ નથી નિયમોમાં બદલાવ નોટફિકેશન જાહેર થયા પછી સાબી ઓપશન પર ગાઈડલાઇંસ જાહેર કરશે તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેબી એ ૨૬ એપ્રિલની બોર્ડની બેઠકમાં કોમોડિટી આઙ્ખપ્શનને મંજૂરી આપી હતી.ત્યારે હવે સેબી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એકસ્ચેન્જમાં ઓપ્શન ટ્રેડિંગ માટેની માર્ગરેખા જાહેર કરવા તૈયારી કરી રહયું છે .
હાલમાં કોમોડિટી એકસ્ચેન્જમાં માત્ર ફ્યુચર્સ ટ્રેડિંગને મંજૂરી અપાઈ છે સેબીના બોર્ડે તેની બેઠકમાં કોમોડિટી એકસ્ચેન્જ માટે ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કરવા સિકયોરિટીઝ કોન્ટ્રાકટ્સ (રેગ્યુલેશન) ૨૦૧૨માં કેટલાક સુધારાને પણ મંજૂર આપી છે આ સંદર્ભમાં ટૂંક સમયમાં જાહેરનામું જાહેર કરવામાં આવશે. આ સુધારા નિયમોના સંદર્ભમાં કરવામાં આવ્યા છે અને ધારામાં સુધારો કરવામાં આવ્યો નથી તેથી સંસદની મંજૂરીની જરૂર પડશે નહીં.
નવા સુધારાની જાહેરાત થયા બાદ મેના ત્રીજા સપ્તાહમાં વિગતવાર માર્ગરેખા જાહેર કરાશે પ્રારંભમાં એગ્રી અને નોન એગ્રી એમ એક-એક પ્રોડકટ્સમાં ઓપ્શન ટ્રેડને મંજૂરી આપવામાં આવશે. એમસીએકસ અને એનસીડેકસ જેવા અગ્રણી કોમોડિટી એકસ્ચેન્જ ઓપ્શન ટ્રેડ માટેની માર્ગરેખાની રાહ જોઈ રહ્યા છે.