મુંબઇઃ શું તમે નવી એપ્રિલમાં નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છે તો તમારે વધારે રૂપિયા ચૂકવવાની તૈયાર રાખવી પડશે. કારણ કે વધી રહેલા ઉત્પાદન ખર્ચનો બોજો ગ્રાહકો પર ખસેડવા માટે ઓટો કંપનીઓ વાહનોની કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે અન તેની શરૂઆત આજથી થઇ ગઇ છે.
આજે ભારતની અગ્રણી કાર અને પેસેન્જર વાહનો બનાવતી – વેચતી કંપની મારુતિ સુઝુકીએ એપ્રિલથી તેના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકીએ આજે 22મી માર્ચે પોતાના એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યુ કે પાછલા કેટલાંક વર્ષો દરમિયાન કંપનીના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખતા કંપનીની માટે વધી રહેલા ઉત્પાદન ખર્ચનો થોડોક બોજ ગ્રાહકો પર ખસેડવો આવશ્યક બની ગયો છે. આથી કંપની એપ્રિલ 2021થી પોતાના ઘણા વાહનોની કિંમતો વધારી રહી છે.
જો કે વાહનોની કિંમતો કેટલી વધશે તે અંગે કંપનીએ કોઇ માહિતી આપી નથી.
નોંધનિય છે કે, કેલેન્ડર વર્ષ 2021ની શરૂઆતમાં જ જાન્યુઆરીમાં મોટાભાગની કંપનીઓએ તેમના વાહનોની કિંમતોમાં 3થી 5 ટકા સુધીનો વધારો કર્યો હતો. હવે માત્ર મહિના બાદ બાદ ઓટો કંપનીઓ બીજી વખત તેમના વાહનોની કિંમત વધારી રહી છે. જેના લીધે કોરોના સંકટકાળમાં લોકોને નવા વાહનોની ખરીદી કરવામાં મુશ્કેલી પડશે.
નોંધનિય છે કે, તાજેતરમાં જ જાન્યુઆરીમાં મારુતિ સુઝુકીએ પોતાના વાહનોની કિંમત દિલ્હી એક્સ-શોરૂમ 34,000 રૂપિયા સુધી વધારી રહી છે. કંપનીએ અલ્ટો કારની કિંમત 9000 રૂપિયા સુધી, Espressoની કિંમત 7000 રૂપિયા સુધી, બલેનોની કિંમત 19,400 રૂપિયા વધારી હતી. જો એપ્રિલમાં કિંમતો વધી તો માત્ર ત્રણ મહિનામાં આ બીજો ભાવવધારો હશે.