શું તમે લોન ઉપર કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? હાલ બેન્કોના વ્યાજદર ઘણા નીચા છે અને લોન માટે સારો સમય છે. તેમ છતાં કઇ બેન્ક સૌથી સસ્તી લોન આપી રહી છે તેની તપાસ કરવી જરૂરી છે. ચાલો જાણીયે કઇ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી કાર લોન…
SBI
SBIમાં નવી કારના કિસ્સામાં ફિક્સ્ડ રેટ કાર લોનની માટે મહત્તમ લોનની સમયમર્યાદા 7 વર્ષની છે. બેન્ક કારની ઓનરોડ પ્રાઇસની 90 ટકા સુધી લોન આપે છે. એસબીઆમાં નવી કાર લોન માટે પ્રોસેસિંગ ફી મિનિમમ 500 રૂપિયા + જીએસટીથી લઇને 3750 રૂપિયા રૂપિયા + જીએસટી સુધી છે. ફિક્સ્ડ રેટ લોન MCLR પર આધારિત છે. જો તમે YONO SBI એપથી કાર લોન માટે અરજી કરશો તો વ્યાજદર વાર્ષિક 7.50 ટકાથી શરૂ થશે. YONOથી અરજી ન કરવા પર વ્યાજદર અલગ-અલગ સિવિલ સ્કોરના આધારે વાર્ષિક 7.75 ટકાથી લઇને 8.45 ટકા સુધી છે.
PNB
પંજાબ નેશનલ બેન્ક પણ કાર ખરીદી માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. લોન ચૂકવવાની મહત્તમ મુદ્દત 7 વર્ષની છે. આ બેન્ક MCLR આધારિત કાર લોનના કિસ્સામાં 8.3 ટકા વ્યાજ વસૂલે છે. રેપોરેટ બેઝ્ડ લેડિંગ રેટ્સની કાર લોનના કિસ્સામાં મહિલાઓ, પીએનબી પ્રાઇડના લાભાર્થીઓ અને કોર્પોરેટ્સની માટે નવી કાર ખરીદવા પર વ્યાજદર 7.55 ટકા વાર્ષિક છે. અન્ય પ્રકારના ગ્રાહકોની માટે અલગ-અલગ સિબિલ સ્કોરના આધારે લોન રેટ 7.55 ટકાથી 7.80 ટકા વાર્ષિક છે. આર્મીના વ્યક્તિઓને બેન્ક 7.30 ટકાના દરે કારલોન આપે છે. કારલોનની માટે પ્રોસેસિંગ ફી મિનિમમ 1000થી
બેન્ક ઓફ બરોડા
બેન્ક ઓફ બરોડા કારની ઓન રોડ પ્રાઇસની 90 ટકા સુધી લોન આપે છે. પરંતુ મહત્તમ લોનની રકમ 1 કરોડ રૂપિયા છે. બેન્ક MCLR આધારિત કાર લોન માટે વાર્ષિક 9.65 ટકા અને રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ્સ આધારિત કાર લોન માટે વાર્ષિક 7.25 ટકા વ્યાજ વસૂલશે. પ્રોસેસિંગ ફી, કાર લોનની રકમના 0.50 ટકા છે, જો કે તે મહત્તમ 10,000 રૂપિયા છે. લોન ચૂકવવાની મુદ્દત 7 વર્ષની છે.