દુનિયાનું સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આફત મંડાઈ રહી છે. ક્યારેક રાજકીય નેતાઓના ડેટા સાથે છેડછાડ તો ક્યારેક 5 કરોડ યુઝર્સના અકાઉન્ટ હેકિંગના સમાચારોથી કંપનીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આવું જ ચાલુ રહ્યું તો એ દિવસ દુર નથી જ્યારે ફેસબુક બંધ થઈ જશે.
ડેવિડ કર્કપેટ્રીક નામના એક લેખકે 2010 માં ફેસબુક પર લખેલા પોતાના આ પુસ્તકમાં એક વાત લખી હતી કે જો કંપની ઐ રીતે જ સિક્યોરિટી ઈસ્યુનો સામનો કરતી રહી તો ટુંક સમયમાં જ એડવર્ટાઈઝર આ સાઈટ પર પોતાની જાહેરાતો આપવાનું બંધ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે આ સોશિયલ નેટવર્કીંગ કંપની છેલ્લા ઘણા સમયથી રાજકીય હસ્તાક્ષેપો, પ્રાઈવસી લીક, ડેટા લીક, ફેક ન્યુઝ અને હેકીંગને લીધે ચર્ચામાં છે. ડેવિડે પોતાના પુસ્તકમાં આ બધી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ફેસબુકનું પતન થઈ શકે છે.