ગાંધીનગર – કોરોના વાયરસને નાથવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિન અને મેડીસીન બનાવવા તૈયાર થયાં છે જેમાં ભારતના વૈજ્ઞાનિકો પણ સામેલ છે. ભારતે તો નવો અખતરો કર્યો છે અને તે સાવ નિર્દોશ છે. જો તે અખતરો સફળ રહ્યો તો આપણે કોરોના સામેનો જંગ તો જીતી જઇશું પરંતુ તેની સાથે વિશ્વમાં ભારતનો ડંકો વાગી જશે અને દુનિયા આપણા માર્ગે ચાલશે.
કોરોના સામે લડવા સમગ્ર દુનિયામાં સંખ્યાબંધ રિસર્ચ ચાલી રહ્યા છે. કેટલાક દેશોની કંપનીઓ કોરોનાને દૂર કરતી દવાની એકદમ નજીક પહોંચી જવાનો દાવો કરી રહી છે. હવે ભારતમાં પણ આયુર્વેદની દવાઓનું કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થયું છે. જો પરિણામ મળ્યું તો આપણે જંગ જીતી જઇશું.
રાજસ્થાનના જયપુરમાં કોરોનાના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. જયપુરના રામગંજમાં 12,000 લોકો પર આયુર્વેદની એક ઈમ્યુનિટીની દવાનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આયુષ મંત્રાલય આ ટ્રાયલ ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન ટીમની સાથે મળીને કરી રહી છે.
આયુષ મંત્રાલયને આધિન કામ કરનારા રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાએ કોરોના રોગ સામે લડવા માટે ચાર દવાઓ બનાવી છે જેમાંથી એકનું નામ છે આયુષ 64. જેને પગલે આયુષ મંત્રાલય ઉત્સાહિત છે. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન જયપુરે કોરોનાના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ ક્લિનિકલ ટ્રાયલ કોવિડના પ્રથમ સ્ટેજના દર્દીઓ પર જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરનું કહેવુ છે કે આ દવા સામાન્ય રીતે પહેલા મલેરિયા માટે આપવામા આવતી હતી પરંતુ તેમાં કેટલાક પરિવર્તન સાથે કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહી છે. અધ્યયન માટે ક્લિનિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશનનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આયુર્વેદ સંસ્થાનના ડાયરેક્ટરે કહ્યું કે ત્રણથી ચાર મહિનામાં તેનું રિઝલ્ટ સામે આવી જશે. શરૂઆતી પરિણામ સારા દેખાઈ રહ્યા છે.
આ ઉપરાંત 12,000 લોકોને આયુર્વેદિક દવા સંશમની બુટીના ઈમ્યુનિટી બુસ્ટરનો ટ્રાયલ પણ શરૂ કરવામાં આવ્યો છે. રામગંજ જેવા કન્ટેનમેન્ટ એરિયાના લોકોને આ દવાની બે-બે ગોળીઓ સવાર-સાંજ ખવડાવવામાં આવી રહી છે. 45 દિવસ બાદ પરિણામનું અધ્યયન કરવામાં આવશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.