-વલસાડ સિવિલ હોસ્પિટલ બહાર દર્દી ની હાલત દયનિય બની
-20મિનિટ સુધી દર્દી એમ્બ્યુલન્સ ના દરવાજે બેસી રહી પીડા સહન કરતો રહ્યો
– હોસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડ સુધી લઈજવા માટે સ્ટેચર ગાયબ
– દર્દીના પરિવારો જાતે વિહિલચેર માં બેસાડી દર્દીને સારવાર માટે લઇ ગયા.
– તસ્વીર;-સુભાષ ઠાકોર વલસાડ ( એક્સલુઝિવ સ્ટોરી )
ગવર્મેન્ટ ઓફ ગુજરાત ( ગુજરાત સરકાર સંચાલિત ) ગુજરાત નું બીજા નંબર નું કહી શકાય એવું વલસાડ ની સિવિલ હોસ્પિટલ ની બેદરકારી સામે આમ ગરીબ નાગરિક ની કેવી દશા થાય છે તે જુવો અમારો આ રિપોર્ટ માં……….. વાતછે વલસાડ ની સિવિલ હોસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડ બહાર અંતરિયાળ વિસ્તાર માંથી આવેલ એક ગરીબ વૃધ્ધ જે સતત 20મિનિટ સુધી એમ્બ્યુલન્સ ના દરવાજે બેસી રહી પોતાની પીડા સહન કરતો રહ્યો પરંતુ હોસ્પિટલ માંથી કોઈ પણ સ્ટાફ આ દર્દી ની હાલત પર ધ્યાન આપ્યું નહીં દર્દી ના પરિવારો અને એમ્બ્યુલન્સ ના ડાઇવર હોસ્પિટલ ની અંદર દર્દી ને ઇમર્જન્સી વોર્ડ સુધી પોહ્ચાડવા માટે સ્ટેચર શોધતું રહ્યું પરંતુ તેમને સ્ટેચર પણ ન મળતા અંતે તેવો ક્યાંક થી એક વિહલચેર સોધીલાવી તેમાં બેસાડી તે દર્દી ને ઇમર્જન્સી વોર્ડ માં ખસેડવાની ફરજ પડી હતી, આ અંગે દર્દી ના પુત્ર ના જણાવ્યા મુજબ તેવો ધરમપુર ના સિદુમ્બર ના રહેવાસી હોય જેથી તેમના પિતાને અચાનક તબિયત લથડતા તેમને પ્રથમ ધરમપુર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર આપવી હતી બાદમાં તેમના પિતા ની તબિયત વધુ લથડતા અને પેટના ભાગે દુખાવો વધુ હોય અને જે પરિવાર પાસે સારવાર માટે પૂરતા રૂપિયા ન હોય જેથી ધરમપુર ના ડોકટરે તે દર્દીને પોતાના ખર્ચે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી આપી વલસાડ ની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલ્યા હતા જ્યાં તેવો આજરોજ બપોરના 12;30કલાકે વલસાડ ની સિવિલહૉસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડ બહાર એમ્બ્યુલન્સ મારફતે આવી ગયા બાદમાં પ્રથમ તો દર્દી ના પરિવાર એમ્બ્યુલન્સ માંથી ઉતરી કોઈક નર્સ કે પછી કોઈ વોર્ડબોય ને બોલવા ગયા પરંતુ હોસ્પિટલ ની અંદર કોઈ વોર્ડબોય નજરે ન પડતા તેવો સ્ટેચર શોધવા નીકળી પડ્યા પરંતુ તેવો 10થી 15 મિનિટ ની શોધખોળ બાદ તેમને એક સ્ટેચર તો મળ્યું પરંતુ તે ખરાબ હાલત માં હોય તો અન્ય સ્ટેચર શોધતા એક વિહલચેર તેમને દેખાતા તેવો એ વિહલચેર માં બેસાડી દર્દી ને ઇમર્જન્સી વોડ સુધી લઈજવાની ફરજ પડી હતી. ત્યારે અમારા કેમરેમાં એ દર્દી એમ્બ્યુલન્સ ના દરવાજે બેસી રહી પીડા સહન કરતા નજરે પડ્યા હતા ત્યારે એકજ સવાલ ઉભો થાય છે કે શું હોસ્પિટલ સંચાલક કે પછી સરકાર ને ગરીબ નાગરિકો ની સ્વસ્થ અંગે કઈ પડી નથી ? કે પછી બસ કરોડો રૂપિયાના પ્રજેક્ટ બતાવી બસ ચૂંટણી સમયે વોટબેન્ક ઉભી કરવાની નીતિ ચાલી રહી છે ? જયારે સરકાર આ કરોડો રૂપિયાથી તૈયાર કરેલ હોસ્પિટલ ની અંદર જો સ્ટેચર,કે કોઈ વોડબોય મૂકી શક્તિ નથી તો પછી આવી હોસ્પિટલ ને પોતે સારવાર ની જરૂર હોય તેવું દેખાય આવે છે આજેતો એક દર્દી કેમેરા માં પીડા સહન કરતો દેખાય છે ત્યારે આવતો કેટલા ગરીબ દર્દી ની આવી દશા થતી હશે?? ત્યારે અમારી એક પહેલ છે કે સરકાર આ તરફ ધ્યાન આપે અને સરકારી સિવિલ હોસ્પિટલ જે ઉમદા હેતુ માટે ગુજરાત સરકારે 200કરોડ થી વધારે ખર્ચીને બનાવી છે તે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને સમય સર અને યોગ્ય સારવાર એમનું સ્વમાન જાળવી ને થાય તે ખુબ જરૂરી છે