રજવાડી ગૃપના બે શોરૂમનું બાંધકામ પ્લાન વિરૂધ્ધનું હોવા અંગે ઉચ્ચ સ્તરે થયેલી ફરીયાદ
એમ.જી. રોડ ઉપર બંધાયેલુ ગેરકાયદે બાંધકામ તંત્ર વાહકોને દેખાતુ નથી
વલસાડ નગરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે વનવે ગણાતા એમ.જી. રોડ ઉપર જ નિયમોનો છેદ ઉડાડી દઇને પાર્કીગ સહીતથી જગ્યા ગળી જઇને લોકોને વધુ દુઃખી કરનાર રજવાડી ગ્રુપ સામે હવે ફરીયાદો ઉઠે છે વલસાડ નગર પાલિકાના વોર્ડ નંબર ૬ ના અપક્ષ સભ્ય ધર્મેશ ડાંગે જિલ્લા સમાહર્તા સહીત ગાંધીનગર ખાતે શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને નગરપાલિકા નિયામક સુધી વલસાડના રજવાડી ગૃપ વિરૂધ્ધ રજૂઆતો કરી છે. જેમાં જણાવ્યું છે કે રજવાડી ગૃપ દ્વારા કરાયેલું બાંધકામ પાલિકાના પ્લાન નકશાની તદ્દન વિપરીત છે અને આ મેટરમાં રસ લઇ શોરૂમના લાયસન્સ રદ કરવાથી માંડી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માંગ થઇ છે ત્યારે પૈસા લઇને બેસી ગયેલા સબંધીતો દોડતા થઇ ગયા હોવાનું પણ લોકમુખે ચર્ચાઓ ઉડી રહી છે અને સબંધિતોની ઉંઘ હરામ થઇ ગઇ છે વિગતો મુજબ એમ.જી. રોડ ઉપર આવેલા રજવાડીના માલિક અતુલડી છેડાને વલસાડ પાલિકાની બાંધકામ પરવાનગી ટીપી કમિટી ઠરાવ નં.૯૦ તા. ૧૭-૧૨-૨૦૧૪ માં નવા શોરૂમ માટે પરવાનગી આપવામાં આવી હતી આ બાંધકામ પ્લાન વિરૂધ્ધનું હોવા અંગે ધર્મેશ ડાંગ દ્વારા તા.૩૧-૦૧-૨૦૧૭ ના રોજ સબંધિતે વિભાગને લેખિત ફરીયાદ અરજી કરાઇ હતી અને ત્યારબાદ તેની રીમાઇન્ડર અરજી તા.૧૦-૦૨-૨૦૧૭ ના રોજ કરવામાં આવી છે એમ.જી. રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થાય છે ત્યારે વાહન પાર્કીગ સહીત ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ ગયો છે ત્યારે અહીના ગેરકાયદે બાંધકામનો વિવાદ ચર્ચાનો વિષય બની ગયો છે.
સદર ગેરકાયદે બાંધકામને કમ્પલીશન સર્ટીફિકેટ આપનાર સીટી ઇજનેર હિતેષ પટેલ તેમજ તત્કાલીન ચીફ ઓફિસર જગુ વસાવા સહીત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારી કે જેઓએ ટ્રાન્સફોર્મર મુકી આપ્યું છે તેઓ તમામ સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે પણ માંગ થતાં જવાબદારો દોડતા થઇ ગયા છે.
રજવાડી ગૃપના ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપનારા પણ હવે ભેરવાય તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે વલસાડમાં ચાલતા ભ્રષ્ટાચારનો નાનકડો આ પૂરાવો છે અગાઉ પણ આવા અનેક કિસ્સા ઉધાડા પાડવાના છે અને જનતા વચ્ચે ખુલ્લા કરવાના છે વલસાડ પાલિકા દ્વારા મોટા માથાઓને સાચવવાના અને નાના માણસોને હેરાન કરવાની કુટનીતી હવે ખુલ્લી પડી રહી છે ત્યારે આગામી સમયમાં આ પ્રકરણ શું રંગ લાવે છે તે તો સમય જ કહેશે.