રાજકોટમાં ઓમિક્રોનનો પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યો છે અને કોરોના પોઝિટિવ કેસના આંકડા દહાડેને દહાડે વધારો થઈ રહ્યા છે 9 દિવસમાં 60થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે જયારે ચોંકવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુંદાવાડીમાં તો લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો.આ મેળાવડામાં લગભગ 70 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યુબિલી રોડ પર શાકભાજી-ફ્રૂટના વેપારીઓ મોઢે માસ્ક લગાવાનાં જગ્યાએ ગળામાં માસ્ક લટકાવી રાખ્યા છેઆવા લોકો ઓમીક્રોન સામે થી ખુલ્લું આમત્રણ આપી રહ્યા છે શહેરમાં હજી દોઢ લાખ લોકો વેક્સિનનો બીજો ડોઝ પણ લેવાનું ટાળી રહ્યા છે.આ ગુંદાવાડીના મેળાવડો જેમાં ખરીદી કરવા આવતા લોકોમાં ન તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ન તો લોકોએ માસ્ક પહેર્યા. શહેરનું આ મોટું બજાર છે જે લોકો પોતાની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ખરીદવા માટે રોજ ભારે ભીડ ઉમટી પડેશે અહીં મનપાની આરોગ્ય ટીમ કે પોલીસ લટાર પણ મારતી નથી. અહીંના વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. ગ્રાહકો પણ માસ્ક વગર દુકાનની અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. કારણ કે, અહીં ના કોઇ રોકવાવાળું કે ના કોઈ ટોકવાવાળું નહોંતું ખુલ્લેઆમ પરાબજારમાં વાહનચાલકો માસ્ક વગર જોવા મળ્યા ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં વાહનચાલકો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.કોઈનામાં કોરોનાનો ભય જોવા મળ્યો નથી તેમ આ લોકો પોતાના મનમાં આવે તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અહીં પણ ન તો પોલીસ કે આરોગ્ય વિભાગની ટીમ જોવા સુદ્ધાં મળી નહોંતી
જ્યુબિલી શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ શાકભાજી માર્કેટ શહેરની સૌથી મોટુ શાકભાજી માર્કેટ છે. અહીં માર્કેટમાં એટલી હદે ભીડ હોય છે કે ત્યાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી ભીડમાં સોશિયલ ડિસ્ટન્સ તો દૂર પણ મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક ગાયબ જોવા મળ્યા હતા ખાણીપીણીની લારીઓ ફરતે લોકો નાસ્તો કરવામાં મગ્ન હતા પરંતુ નાસ્તો આપનાર અને બનાવનાર વેપારીઓ માસ્ક પહેર્યું છે કે નહીં તે કોઇએ જોવાની તકલીફ લીધી નહોતી. તંત્ર સબ સલામતના દાવા કરે છે પરંતુ અહીં તો કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.5 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખાટલે મોટી ખોટ ઉક્તિને સરિતાર્થ કરતા દૃશ્યો સામે આવ્યા હતા. બાજુમાં કોરોનાના દર્દીઓ દાખલ છે છતાં લોકો બાંકડે બેસી ગપશપ મારતા જોવા મળ્યા હતા. જેમાંથી એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું. આરોગ્યધામમાં જ કોરોનાના નિયમોનો ઉલાળ્યો થતો હોય તો બજારોમાં તો લોકો ખુલ્લેઆમ ફરવાના જ છે રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન હજારો મુસાફરો અવરજવર રહે છે માત્ર ટેસ્ટિંગ ટેબલ રાખ્યું છે કોઈના ચેકિંગ થતાં નથી અને કડક ચેકીંગ કરશું જ તેવો તંત્ર દાવો કરતું હોય છે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એસ.આર. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લોકોનેવીંટી છે કે તેઓ ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. વેક્સિન બાકી હોય તો અવશ્ય વેક્સિન લઇ લેજો. જરૂર હોય તો જ લોકો બજારમાં નીકળે અને ભીડ ભાડથી દૂર રહો. બાળકોની પણ સાવચેતી રાખવી જરૂરી છે લોકો ફરજીયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો ત્રીજી લહેરને આવતા આપણે ટાળી શકીશું.