રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં એક વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ હજી એક બાળકી અને એક યુવતીની હાલત ખુબ ગંભીર હોવાથી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે . પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઈટ ના હોવાથી બાઇક માંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે તપાસવા દીવાસળી ચાંપતા ઝૂંપડુ સળગ્યું હતું.કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતાં કૂલ 7 લોકો દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે 2 ની હાલત અતિગંભીર છે.
જોકે આ ઘટનામાં એક દીકરી બચી ગઈ હતી. બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં આખું ઝૂંપડું બળીને ખાખ થઇ ગયું હતું. કડકડતી ઠંડીમાં ઝૂંપડાનો આશરો પણ છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર માટે જાણે ધરતી ખસી ગઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આટલું પણ ઓછું હોય તેમ સારવાર દરમિયાન 1 વર્ષની પૂરીબેનનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.એક જ તબીબ હોવાથી દર્દી કણસતા રહ્યા
સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં માત્ર એક જ ઈન્ટરની ડોક્ટર હોવાથી સારવારમાં અડચણો આવી હતી. પાંચ બાળક અને બે મહિલા દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં આવતાં તેમની તાકીદે સારવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ દર્દી સાત હતા અને ડોક્ટર એક જ હોવાથી એક વર્ષની બાળકી સહિતના દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડી હતી. ત્યાર બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને અન્ય ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી.