ટોચના ક્રમાંકિત અને ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચે અહીં રમાયેલી યુએસ ઓપનની ચોથા રાઉન્ડની મેચમાં સ્ટાન વાવરિંકા સામે બે સેટથી પાછળ પડ્યા બાદ ઇજાને કારણે કોર્ટ પરથી ચાલુ મેચે વિદાય લીધી હતી અને તેના કારણે વાવરિંકાને વોકઓવર મળતા તે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો.
અન્ય એક મેચમાં રોજર ફેડરરે 15માં ક્રમાકિત ડેવિડ ગોફિનને 6-2, 6-2, 6-0થી હરાવ્યો હતો, તો દાનિલ મેદવેદેવે જર્મન કવોલિફાયર ડોમિનિક કોફરને 3-6, 6-3, 6-3, 7-6થી હરાવ્યો હતો અને ગ્રિગોર દિમિત્રોવે એલેક્સ ડિ મનોરને 7-5, 6-3, 6-4થી હરાવ્યો હતો. ફેડરરનો સામનો દિમિત્રોવ સાથે, જ્યારે મેદવેદેવનો સામનો વાવરિંકા સાથે થશે.