મોદી સરકારમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રાષ્ટ્રીય રજા ડિકલેર થતાં ભાવનગર ભાજપ દ્વારા આવકારવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિલાન્યાસિત, ડો. બાબા સાહેબ આંબેડકરજીની વિશ્વની ત્રીજા નબરની ૪૫૦ ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી’ આગામી માર્ચ ૨૦૨૪ માં પૂર્ણ થશે ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે કે, એકાત્મ માનવ દર્શનના પ્રણેતા પંડિત દીનદયાળજીના ‘છેવાડાના માનવી સુધી લોકશાહીના ફળોનો લાભ પહોંચે” તેવી વિચારધારાને વરેલી ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા ગત ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે રાષ્ટ્રીય રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને ભાવનગરના સાંસદ, બંને ધારાસભ્ય ઓ તેમજ ભાવનગર શહેર ભાજપ સંગઠન, વોર્ડ સંગઠન, ભાવનગર મહાનગરપાલીકાના પદાધિકારીઓ અને નગરસેવકઓ, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, તેમજ અનુસુચિત જાતિ મોરચા, અનુસુચિત જનજાતિ મોરચા સહિત તમામ સેલ મોરચાના હોદ્દેદારો તેમજ ભાવનગર શહેર ભાજપના કાર્યકરો દ્વારા આવકારવામાં આવ્યો હતો. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયભાઇ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા બંધારણના ઘડવૈયાની જન્મજયંતીના રોજ રાષ્ટ્રીય રજા જાહેર કરાઇ એજ ડો. બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલી કહી શકાય. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ અગાઉ વડાપ્રધાન મોદીજી દ્વારા મુંબઈના ઇન્દુ મિલ કમ્પાઉન્ડ ખાતે ૪૫૦ ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી’ નો ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ શિલાન્યાસ કરવામાં આવેલ. વિશ્વની ત્રીજા નંબરની ઊંચી ડો. બાબા સાહેબની આ પ્રતિમાનું નિર્માણ માર્ચ ૨૦૨૪ માં પૂરું થઈ જશે. વધુમાં માહિતી આપતા ચૌહાણે જણાવેલ કે સેવા સપ્તાહના આખરી દિવસ ૧૪ એપ્રિલ ૨૦૨૩ અને શુક્રવારના રોજ આંબેડકર જયંતિ અર્થાત સમાનતા દિન નિમિત્તે શહેર ભાજપ સંગઠન દ્વારા જશોનાથ સર્કલ ખાતે તેમજ ભાવનગર શહેરના ૪૯૬ જેટલા બુથો પર ભાજપના કાર્યકરો, બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
